રાજસ્થાન હાઇકોર્ટની ડિવીઝન બેન્ચે જોધપુર રેસ કેસમાં દોષિત આસારામને 75 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મંગળવારે જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરે કહ્યું હતું કે આસારામ 31 માર્ચ, 2025 સુધી જેલની બહાર રહીને પોતાની સારવાર કરાવી શકશે. આ સમયગાળા દરમિયાન આસારામને તેમના કોઈપણ અનુયાયીઓને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ તે મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપી શકશે નહીં. તે 24 કલાક 3 પોલીસકર્મીઓની દેખરેખ હેઠળ પોતાની સારવાર પૂર્ણ કરી શકશે.






આસારામના વકીલ આર. એસ. સલુજાએ 8 જાન્યુઆરીએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે આ અરજી દાખલ કરી હતી, જેના પર આજે 6 દિવસ પછી નિર્ણય આવ્યો હતો. 86 વર્ષીય આસારામને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેમાંથી હૃદય રોગ સૌથી મહત્વપૂર્ણ છે. આને આધાર માનીને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને રાજેશ બિંદલની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. હવે રાજસ્થાન હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીન શરતો પર આસારામને વચગાળાના જામીન આપ્યા છે. નોંધનીય છે એપ્રિલ 2018માં નીચલી કોર્ટે જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી.


સુપ્રીમ કોર્ટની શરતો પર જામીન


આસારામના વકીલ આર. એસ. સલૂજાએ 8 જાન્યુઆરીએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે આ અરજી દાખલ કરી હતી, જેના પર આજે 6 દિવસ પછી નિર્ણય આવ્યો હતો. 86 વર્ષીય આસારામ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેમાંથી હૃદય રોગ સૌથી મહત્વપૂર્ણ છે. આને આધાર માનીને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને રાજેશ બિંદલની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. હવે રાજસ્થાન હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીન શરતો પર આસારામને વચગાળાના જામીન આપ્યા છે.


સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્યના કારણોસર આસારામને જામીન આપ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ રાહત વૃદ્ધાવસ્થા અને ખરાબ સ્વાસ્થ્યના આધારે આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમએમ સુંદરેશની અધ્યક્ષતાવાળી બેન્ચે આસારામને જામીન આપતી વખતે શરતો પણ લાદી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસારામ તેમની મુક્તિ દરમિયાન તેમના અનુયાયીઓને મળશે નહીં. પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. સારવાર દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ તેમની સાથે રહેશે.


આસારામની 2013માં ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉંમર 86 વર્ષ છે. આસારામને 12 વર્ષ 8 મહિના અને 21 દિવસ પછી પહેલી વાર જામીન મળ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન તેને પેરોલ મળ્યા હતા. તેમને સારવાર માટે પુણેના ખોપોલી વિસ્તારની માધવબાગ આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને 1 જાન્યુઆરીએ જોધપુર જેલમાં લાવવામાં આવ્યા હતા.


આસારામને ક્યારે સજા થઈ?


25 એપ્રિલ, 2018ના રોજ જોધપુરની એક વિશેષ પોક્સો કોર્ટે આસારામને સગીરા પર દુષ્કર્મ કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી જાન્યુઆરી 2023માં ગુજરાતની એક કોર્ટે એક શિષ્યા સાથે દુષ્કર્મના કેસમાં તેને દોષિત ઠેરવ્યો હતો અને આ કેસમાં પણ તેને આજીવન કેદની સજા ફટકારી હતી.