જયપુરઃ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની દેશભરમાં ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે  અને હવે તે શૌર્યનું પ્રતીક બની ગયો છે. રાજસ્થાનના અલવર જિલ્લાના કિશનગઢ બાસમાં રહેતા એક પરિવારે તેમના નવજાત બાળકનું નામ ભારતીય નૌસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પરથી રાખ્યું છે.


બાળકના દાદા જનેશ ભૂટાનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારી પુત્રવધુએ શુક્રવારે સાંજે દીકરાને જન્મ આપ્યો છે. અમે વાયુસેનાના પાયલટના સન્માનમાં તેનું નામ પણ અભિનંદન રાખ્યું છે. અમને પાયલટ અભિનંદનના પરાક્રમ પર ગર્વ છે. તેથી અમે અમારા પરિવારમાં આવેલા નવા મહેમાનનું નામ અભિનંદન રાખ્યું છે.

નવજાતની માતા સપના દેવીએ કહ્યું, અભિનંદન નામ દ્વારા હું મારા દીકરાને બહાદુર પાયલટની યાદ અપાવતી રહીશ. મારો દીકરો પણ મોટો થઈને આવો બહાદુર સૈનિક બને તેમ હું ઈચ્છું છું.

વાંચોઃ વિંગ કમાંડર અભિનંદને 132 પગલાં ચાલીને 7.30 મીનિટમાં ભારતની ધરતી પર કરી એન્ટ્રી, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મિગ 21 ઉડાવી રહેલા કમાન્ડર અભિનંદનનું વિમાન બુધવારે પીઓકેમાં તૂટી પડ્યું હતું અને પેરાશૂટથી કૂદ્યા બાદ પાકિસ્તાની સેનાએ તેને પકડી લીધો હતો. અભિનંદન શુક્રવારે રાત્રે ભારત પરત ફર્યા હતા. આ પહેલા બુધવારે નાગૌરના એક પરિવારે તેના નવજાતનું બાળક મિરાજ રાખ્યું હતું.

વાંચોઃ ‘અભિનંદન’ શબ્દનો અર્થ થતો હતો વેલકમ, આજે તેનો અર્થ જ બદલાઈ ગયો: PM નરેન્દ્ર મોદી

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું, 'એર સ્ટ્રાઇકના પુરાવા માંગતા લોકો શરમ કરે', જુઓ વીડિયો