Rajat Sharma: વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ (Journalist Rajat Sharma)  દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) કોંગ્રેસના નેતાઓ (Congress Leaders) રાગિણી નાયક, જયરામ રમેશ અને પવન ખેરા (Ragini Nayak, Jairam Ramesh and Pawan Khera) વિરુદ્ધ તેમના આરોપો પર માનહાનિનો કેસ (defamation case) દાખલ કર્યો છે. કોંગ્રેસના આ નેતાઓએ રજત શર્મા પર લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે લાઈવ શો દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. રજત શર્માએ કોંગ્રેસના નેતાઓને તેમની સામે આક્ષેપો કરતા રોકવા માટે વચગાળાની રાહતની માંગ કરી હતા. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે (The bench of Justice Neena Bansal Krishna) શુક્રવારે કોંગ્રેસના નેતાઓને આ આરોપો લગાવવાથી રોકવા માટેની વચગાળાની અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો.


કૉંગ્રેસના પ્રવક્તા રાગિણી નાયકે 4 જૂનના રોજ, જે દિવસે લોકસભા ચૂંટણી માટે મતોની (Lok Sabha Elections Results 2024) ગણતરી થઈ હતી, તે દિવસે શર્મા પર ટેલિવિઝન પર તેમની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જયરામ રમેશ અને ખેરાએ એક્સ પર આ મુદ્દે ટિપ્પણી કરી હતી.


રજત શર્મા તરફથી વકીલે શું કરી દલીલો


રજત શર્મા તરફથી વરિષ્ઠ એડવોકેટ મનિન્દર સિંહ હાજર થયા અને રજૂઆત કરી કે વરિષ્ઠ પત્રકાર દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે એમ પણ રજૂઆત કરી હતી કે શર્મા પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને તૈયાર કરવામાં આવ્યા છે.


સિંહે કહ્યું કે આ શો 4 જૂને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો પરંતુ બાદમાં છ દિવસ પછી આ મુદ્દો સામે આવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું કે કરવામાં આવેલ ટ્વિટ્સ અને તેના પર લગાવવામાં આવેલા આરોપો તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે.


11 જૂને રજત શર્માએ કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને સંબોધિત કર્યા હતા. શર્માએ તેમના નિવેદનમાં આરોપોને પત્રકાર તરીકે તેમના નામ અને પ્રતિષ્ઠાને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું.






આ પણ વાંચોઃ


ગુજરાતમાં આગામી 6 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ