Rashtriya Swayamsevak Sangh: આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું છે. ચૂંટણી પરિણામો બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મણિપુરને લઈને નિવેદન આપ્યું હતું, જે બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા થવા લાગી હતી કે RSS ભાજપથી નારાજ છે. આ દરમિયાન આરએસએસે તમામ અટકળોને ફગાવી દીધી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કહ્યું કે તે સરકાર કે PM નરેન્દ્ર મોદીથી નારાજ નથી. RSSએ કહ્યું કે, સંઘ દ્વારા અગાઉ પણ મણિપુર અંગે નિવેદનો આપવામાં આવ્યા છે. સરકાર કે વડા પ્રધાન વિશે કશું જ કહેવામાં આવ્યું ન હતું.


 






મોહન ભાગવત હાલમાં પાંચ દિવસની મુલાકાતે ગોરખપુરમાં છે


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાલમાં પાંચ દિવસની મુલાકાતે ગોરખપુરમાં છે, જ્યાં તેમણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હાલમાં જ મણિપુર હિંસા અંગે આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થપાવાની રાહ જોઈ રહ્યું છે. ઉત્તર-પૂર્વીય રાજ્યની સ્થિતિને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવી જોઈએ.


ઈન્દ્રેશ કુમારે શુક્રવારે સત્તારૂઢ ભાજપને અહંકારી ગણાવી હતી


આ પછી આરએસએસના ઈન્દ્રેશ કુમારે શુક્રવારે (14 જૂન) સત્તારૂઢ ભાજપને અહંકારી ગણાવી હતી. તેમણે કહ્યું, જે પાર્ટી રામની પૂજા કરતી હતી તે અહંકારી બની ગઈ, તેથી તે 2024ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બની, પરંતુ તેને જે સત્તા મળવી જોઈતી હતી તે ભગવાન રામે ઘમંડના કારણે છીનવી લીધી ઈન્ડિયા ગઠબંધનને રામ વિરોધી પણ ગણાવ્યું છે, જો કે, આરએસએસ તેમના નિવેદનથી પોતાને દૂર કરી લીધુ છે.


કેરળમાં સંકલન બેઠક યોજવા જઈ રહ્યું છે આરએસએસ 


સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું તે અંગે આરએસએસ આવતા મહિને કેરળમાં સંકલન બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકમાં ભાજપ સહિત તમામ સંઘના મોટા અધિકારીઓ પહોંચશે.