પૂણે:  કોંગ્રેસ સાંસદ રાજીવ સાતવનું રવિવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઇ ગયું. થોડા દિવસ પહેલા તે કોવિડથી રિકવર થઇ ગયા હતા. તબિયત ખરાબ  થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યાં હતા. રાજીવ સાતવનું નિધન કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસના તમામ નેતાએ રાજીવ સાતવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.  


રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, "મને મારો મિત્ર રાજીવ સાતવવને ગુમાવવાનું દુ:ખ છે. તે વિશાળ ક્ષમતા ધરાવતા નેતા છે. તેને કોંગ્રેસના આદર્શને અસલી રૂપ  આપ્યું છે. આ અમારા બધા માટે બહુ મોટી ક્ષતિ છે. તેમની પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું " 


કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, "નિશબ્દ! આજે મેં એક એવો સાથી મિત્ર ગુમાવ્યો છે. જેની સાથે મેં સાર્વજનિક દુનિયામાં પહેલો કદમ મૂક્યો હતો. રાજીવની સાદગી, બેબાક મુસ્કાન, જમીની જોડાણ , નેત્રત્વ અને પાર્ટી સાથેની નિષ્ઠા અને દોસ્તી સદા યાદ રહેશે, અલવિદા મેરે દોસ્ત, જહાં રહો ચમકતે રહો."


 


 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે. 


કેટલા રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ


 11 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે, અહીં 5,98,625 એક્ટિવ કેસ છે. જ્યારે 5,21,683 એક્સિવ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા, 4,42,550 એક્ટિવ કેસ સાથે કેરળ ત્રીજા ક્રમે છે. 1,17,373 કેસ સાથે ગુજરાત એક લાખથી વધુ એક્ટિવ કેસવાળા રાજ્યોમાં નવમાં ક્રમે છે.