નવી દિલ્લીઃ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ બે દિવસના જમ્મુ કશ્મીરના પ્રવાસે છે. રાજનાથસિંહ અને જમ્મુ અને કશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મહોમ્મદ સઇદે પ્રેસ કોંફ્રેસ સંબોધિ હતી. રાજનાથસિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધી જેટલા લોકો સાથે મુલાકાત કરી તેઓ કશ્મીર ઘાટીમાં શાંતિ માગી રહ્યા છે. સાથે જ રાજનાથે અપીલ કરી હતી કે આવો માહોલ ઉભો કરવાથી કશ્મીરના યુવાઓનું ભવિષ્ય ખરાબ થઇ રહ્યુ છે. જે લોકો કશ્મીરના યુવાઓના હાથમાં પથ્થર આપી રહ્યા છે. તેઓ યુવાઓનું ભવિષ્ય બનાવી રહ્યા છે. જે લોકોના હાથમાં પથ્થર છે. તે યુવાઓને સમજાવવા પ્રયત્ન કરવા જોઇએ.ભારતે ક્યારેય કશ્મીરને અલગ નથી સમજ્યુ.
સુરક્ષા અધિકારીઓ દ્ધારા પેલેટ ગનના ઉપયોગને લઇને થઇ રહેલા વિરોધ પર રાજનાથે કહ્યુ હતું કે, પેલેટ ગનને લઇને એક અક્સપર્ટ કમિટીની રચના કરાઇ છે. ત્રણ ચાર દિવસમાં તેનો રિપોર્ટ આવી જશે. પેલેટ ગનનો વિકલ્પ ટૂંક સમયમાં લાવવામાં આવશે. હવે તેની જરૂરીયાત ઉભી થઇ રહી છે. કશ્મીરના લોકોએ પણ સમજવુ જોઇએ કે જવાનોએ પુરના સમયે શું ભૂમિકા ભજવી હતી.
કશ્મીરને લઇને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ ચર્ચા કરતા રહ્યા છે. તો મુફ્તી મહોમમ્દ સઇદે જણાવ્યુ કે અમારૂ ધ્યાન જે લોકો શાંતિ માગી રહ્યા છે તેના પર છે. નહી કે જે 5 ટકા લોકો અશાંતિ પેદા કરી રહ્યા છે. જમ્મૂ કશ્મીરના મોટા ભાગના લોકો શાંતિ માગી રહ્યા છે.