ગ્રેટર નોઈડા: આપણો પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદની પાછળ છુપાઈને પાતની વાત મનાવવા માંગે છે, જે ક્યારેય સંમ્ભવ નથી. આ કાયરતાની આળખ છે. શુક્રવારે ગ્રેટર નોઈડામાં ભારત-તિબેટ સીમા પોલીસના 55માં સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપવા આવેલા ગૃહ મંત્રી રાજનાથ સિંહે પાકને આ રીતે ચેતાવણી આપી હતી.


રાજનાથ સિંહે કહ્યું આઈટીબીપીના કારણે ભારતીય સીમા પર ઘુસપૈઠની ધટનાઓં 60 ટકા આછી થઈ છે. આઈટીબીપીએ ચીનની સીમાઓ સાથે પણ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કર્યું છે. કોઈ દેશની હિંમ્મત નથી કે આપણા સુરક્ષા દળોની સામે આંખ ઉઠાવીને જોઈ શકે. પાકિસ્તાન પર ગૃહ મંત્રી એ કહ્યું તેનું કામ કાયરો જેવું છે. આતંરીઓની પાછળ છુપાઈને બોમ્બ અને ગાળીઓ છોડે છે. છુપાઈને લડાઈ કરનારા કાયર હોય છે.

તંગધારમાં ચાલી રહેલા ઝડપ પર વાત કરતા રાજનાથ સિંહે કહ્યું બીએસએફ એકદમ સજ્જ છે. અમે આદેશ આપેલા છે કે પાકને જવાબ આપે. બસ પહેલી ગોળી ભારત તરફથી ન છોડવામાં આવે, પરંતુ ત્યાથી આવનારી ગોળીઓનો કરારા જવાબ આપવામાં આવશે.

રાજનાથ સિંહે જાહેરાત કરી કે શહીદ થયેલા જવાનોના પરિવારજનોને 35 લાખ રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે. હાલ સુઘી 15 લાખ રૂપિયા સરકાર આપતી હતી. પરંતુ આ રકમ હજુ પણ ઓછી છે. તેને વધારવામાં આવશે. સીમા પર ધાયલ થયેલા જવાનને 25  લાખ રૂપિયા સરકાર આપશે, હાલ 10 લાખની સહાય મળતી હતી.