રાજનાથ સિંહે કહ્યું, આ એક સંયોગ છે કે આજે હુ જેસલમેરમા ઈન્ટરનેનસલ આર્મી સ્કાઉટ કોમ્પીટિશન માટે આવ્યો અને આજે જ અટલ બિહારી વાજપેીની પ્રથમ પૂણ્યતિથિ છે. એટલે, મને લાગે છે કે પોખરણની ધરતી પર તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રથમ પૂણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે મે 1998માં તેમણે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યું હતું.
રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેંદ્ર સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન લાલધૂમ છે. સતત ઈમરાન ખાન સહિતના ઘણા નેતાઓ નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાન ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. એવામાં રાજનાથ સિંહનું નિવેદન સાફ છે કે જો પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે તો ભારત ચૂપ નહી બેસશે.