નવી દિલ્લીઃ રાજ્યસભામાં ખૂબ મહત્વનું મનાતું ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલ રાજ્યસભામાં બહુમતી સાથે પસાર થઇ ગયું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સૌને શુભકામના પાઠવી છે. આ બિલની તરફેણમાં 203 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં એકપણ વોટ ન હતો. વોટિંગ પહેલાં અન્નાદ્રમુકના સભ્યોએ બિલના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું.
આ બિલ પાસ થતાં કેન્દ્ર સરકાર માટે આ એક મોટી સફળતા છે. મોદી સરકાર આ બિલને 1 એપ્રિલ, 2017થી અમલી બનાવવા માગે છે. ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે, જીએસટીથી ભારતના ટેક્સ સ્ટ્રક્ચર સમગ્ર રીતે બદલાઇ જશે.