રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે, અમને અધ્યક્ષની પારદર્શિતા પર વિશ્વાસ છે પરંતુ આ કઇ રીતે 303 બેઠકો લાવે છે તેનું ઉદાહરણ આજે સંસદમાં જોવા મળ્યું છે. આવી જ રીતે ભાજપ 303 બેઠકો લાવે છે. સંસદની અંદર મંત્રી દખલગીરી આપી રહ્યા છે અને સાંસદોને પ્રભાવિત કરી રહ્યા છે. સત્તાધારી પક્ષના લોકો સાઇન કરાવીને મત પોતાના પક્ષમાં લઇ રહ્યા છે. ભાજપ લોકતંત્રને ખત્મ કરી રહી છે અને અમારી પાર્ટી વોકઆઉટ કરશે.
નોંધનીય છે કે રાજ્યસભામાં મતદાન દરમિયાન ટીડીપીથી ભાજપમાં આવેલા સીએમ રમેશ પોતાની બેઠકથી ઉભા થઇને સાંસદોને મળવા પહોંચ્યા હતા જેના પર વિપક્ષી સાંસદો અને ઉપસભાપતિએ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સાંસદોએ સીએમ રમેશને ઘેરી લીધા હતા. આ દરમિયાન સંસદમા ધક્કામુક્કીના દશ્યો સર્જાયા હતા.