નવી દિલ્હી: રાજ્યસભાએ મજૂરો સાથે જોડાયેલા  મહત્વના ત્રણ બિલોને મંજૂરી આપી દીધી છે. એક દિવસ પહેલા લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે. આ ત્રણ બિલમાં કૉડ ઑન સોશિયલ સિક્યૂરિટી, ઈન્ડિસ્ટ્રીયલ રિલેશન કોડ અને ધ ઑક્યૂપેશન સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન કોડ સામેલ છે.


બિલ અનુસાર તમામ પ્રકારના કર્મચારીઓને નિયુક્તિ પત્ર આપવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. એટલે કે તેમાં કૉન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓને ગ્રેચ્યૂટીની સુવિધા પણ આપવામાં આવશે. હવે ગ્રેચ્યૂટી માટે કંપનીમાં પાંચ વર્ષ કામ કરવું જરૂરી રહેશે નહીં. મહિલાઓને રાત પાળી (સાંજે 7થી સવારે 6 વાગ્યા સુધી) માં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ અસ્થાયી અને પ્લેટફોર્મ કામદારો (જેવા કે ઓલા ઉબેર ડ્રાઈવર)ને પણ સામાજિક સુરક્ષા હેઠળ લાવવામાં આવશે.
મજૂરો સાથે સંબિધિત ત્રણ બિલ

ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ, 2020
સોશિયલ સિક્યોરીટી કોડ, 2020
ઓક્યૂપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વોર્કિંગ કોડ, 2020

પ્રવાસી મંજરોને પણ સુવિધા આપવામાં આવશે, તેઓ જ્યાં પણ જશે તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રી સ્કલિંગ ફંડ બનાવવામાં આવશે જે કર્મચારીઓની છટણી થવાની સ્થિતિમાં તેમને વૈકલ્પિક સ્કીલની ટ્રેનિંગ આપવામાં આવશે. 10થી વધુ કર્મચારીઓવાળી કંપનીઓને પોતાના કર્મચારીઓ માટે ઈપીએફ અને ઈએસઆઈની સુવિધા આપવી પડશે.
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, મજૂરો જે ન્યાયની પ્રતીક્ષા કરી રહ્યાં હતા તે હવે મળી રહ્યો છે. વેતન સુરક્ષા, સામાજિક સુરક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા ત્રણેય ગેરંટી આપનાર બિલ છે. પ્રવાસી મજૂરોને વર્ષમાં એક વાર ઘર જવા માટે પ્રવાસ ભથ્થુ મળશે. માલિકે તે આપવું પડશે પ્રવાસી મજૂરોને.