નવી દિલ્હી: રાજ્યસભામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકારોની સુરક્ષા) બિલ, 2019ને મંગળવારે  મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા 5 ઓગસ્ટે 2019ના રોજ લોકસભામાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ બિલમાં ટ્રાન્સજેન્ડરોને સમાજની મુખ્યધારામાં લાવવા અને તેમના સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સશક્તીકરણ માટે એક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ વિધેયકમાં ટ્રાન્સજેન્ડર લોકો વિરુધ્ધ અપરાધ કરના લોકો માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો હેતુ એ છે કે આ બિલ લાવવાથી હાંસિયામાં ઊભા આ વર્ગ વિરુધ્ધ ભેદભાવ અને દુર્વ્યવહાર રોકવાની સાથે તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવામાં મદદ મળશે.


આ બિલમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ઓળખપત્ર જાહેર કરવાની સાથે નિયોજન, ભરતી, બઢતી અને અન્ય સંબંધિત મુદ્દા સાથે જોડાયેલા વિષયોમાં કોઈ પણ ટ્રાન્સજેન્ડર સાથે ભેદભાવ નહી કરવામાં આવે તેના પર જોર આપવામાં આવ્યું છે.