મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યુ નહોતું કે મહારાષ્ટ્રનો સીએમ બનીશ. હું સોનિયા ગાંધીનો પણ આભાર માનું છું. આ સરકારમાં અનુભવી લોકો હશે.
તમે લોકોએ મને તમારો નેતા તરીકે પસંદ કર્યો છે. હવે આપણે એક પરિવારની જેમ કરામ કરીશું. આમ આદમીને તેમની સરકાર છે તેમ લાગવું જોઈએ. સરકાર બન્યા બાદ મોટા ભાઈને મળવા દિલ્હી જવાનો છું. ફડણવીસની પ્રેસ કોન્ફરન્સ બાદ લાગ્યું કે આ સંબંધ હવે ન રહેવો જોઈએ. મારા હિન્દુત્વમાં કોઈ ખોટાપણું નથી. તેઓ કહી રહ્યા છે અમે શિવસેનાના આદર્શોનું ઉલ્લંઘન કર્યું પરંતુ હું જણાવવા ઈચ્છું છું કે તને પાલખીમાં બેસાડવા માટે શિવસેનાની સ્થાપના નહોતી થઈ.
મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલત ખરાબ છે. તેના પર કામ કરીશું. હું તમને જણાવવા માંગુ છું કે હું માત્ર સીએમ નથી તમે બધા પણ સીએમ હશો. વિપરિત વિચારધારાવાળા લોકોએ મારા પર ભરોસો કર્યો પરંતુ જે સમાન વિચારધારાવાળા લોકો સાથે હું ત્રીસ વર્ષથી હતો તેમણે ન કર્યો. આજે જે કંઈ થયું તે વાસ્તવિક લોકતંત્ર છે. આપણે બધા મળીને રાજ્યમાં ખેડૂતોના આંસુ લુછીશું.
મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે ક્યારે અને કઈ જગ્યાએ લેશે CM પદના શપથ, જાણો વિગત
મહારાષ્ટ્રઃ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શું લાગ્યા પોસ્ટર ? જાણો વિગત
સુરતઃ હેલમેટ વગર જતી હતી મહિલા, પોલીસે અટકાવીને આપ્યો મેમો ને પછી.......
શરદ પવારે એવો શું પાવર દેખાડ્યો કે માની ગયા અજીત પવાર ? જાણો વિગત