નવી દિલ્હીઃ ગઈકાલે રાજ્યસભામાં જે થયું તે આ પહેલા રાજ્યસભામાં ક્યારેય જોવા મળ્યું ન હતું. જે રીતે વિપક્ષના સાંસદોએ કૃષિ બિલના વિરોધમાં વેલમાં જઈને હોબાળો કર્યો અને રુલ બુક ફાડવાનો પ્રયત્ન કર્યો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભા સ્પીકર વેંકૈયા નાયડૂએ ગઈકાલે હોબાળો કરનારા 8 સાંસદોને સાત દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન, આપના સંજય સિંહ સહિત રાજીવ સાતવને પણ નિલંબિત કરવામાં આવ્યા છે.


આ સાંસદ થયા સસ્પેન્ડ

જે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ટીએમસીના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સિન સહિત આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કોંગ્રેસના રાજીવ સાતવ, સૈયદ નાસિર હુસૈન, રિપુન બોરા અને સીપીઠઆઈ (એમ)ના કેકે રાગેશ અને એલ્મલારાન કરીમના નામ છે. ગઈકાલે ઉપસભાપતિ હરિવંશની સામે આ સાંસદોના દૂર્વ્યવ્હારને કારણે તેમના પર આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

વિપક્ષે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો જેને સભાપતિ વૈંકાયા નાયડૂએ ફગાવી દીધો છે.

કિસાન બિલોના વિરોધમાં રવિવારે રાજ્યસભામાં વિપક્ષે તમામ હદોને વટાવી દીધી હતી. પહેલા સભાપતિએ સદનનો સમય વધારત હંગામો શરૂ કર્યો. વિપક્ષી સભ્યો વેલમાં હંગામો કરવા લાગ્યા. પછીથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો જવાબ પુરો થયા પછી જ્યારે બિલ પાસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ તો વિપક્ષ વોટિંગની માગ કરવા લાગ્યો.