આ દુર્ઘટના ગઈ કાલે મધરાતે 3.40 વાગ્યે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. આ બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બિલ્ડિંગ વર્ષ 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મોતને સમર્થન આપ્યું છે.
મહારાષ્ટ્રના ભિવંડીમાં મોટી દુર્ઘટનાઃ ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 10નાં મોત, કેટલાક લોકો દટાયાની આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2020 09:35 AM (IST)
ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 10 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની શક્યતા છે.
NEXT
PREV
મુંબઈઃ થાણેના ભિવંડીમાં ગઈ કાલે રવિવાર રાત્રે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 10 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની શક્યતા છે. સ્થાનિકોએ 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.
આ દુર્ઘટના ગઈ કાલે મધરાતે 3.40 વાગ્યે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. આ બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બિલ્ડિંગ વર્ષ 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મોતને સમર્થન આપ્યું છે.
આ દુર્ઘટના ગઈ કાલે મધરાતે 3.40 વાગ્યે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. આ બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બિલ્ડિંગ વર્ષ 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મોતને સમર્થન આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -