નવી દિલ્હીઃ ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આજે ભારતની મોટી જીત થઈ હતી. પાકિસ્તાને જાધવને ફટકારેલી ફાંસીની પર કોર્ટે રોક લગાવી દીધી હતી. 15-1થી ભારતના પક્ષમાં ફેંસલો આવ્યો હતો. 16માંથી 15 જજે ભારતના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો હતો. ભારતને જાધવનું કોન્સ્યુલર એક્સેસ પણ મળશે. ભારતની તરફેણમાં આવેલા આ ફેંસલા બાદ આજે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું.


વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવની ફાંસી પર રોકના મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાને ખોટા આરોપોમાં ફાંસીની સજા સંભળાવી હતી. ભારતે શરૂઆતથી જ આ મુદ્દાને ગંભીરતાથી લીધો હતો. પાકિસ્તાને આ મામલે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને આ કારણે સરકાર ઈન્ટરનેશલ કોર્ટમાં ગઈ હતી. જ્યાં આપણા પક્ષની જીત થઈ હતી.


જાધવના પરિવારે આ કપરા સંજોગોમાં અદ્રભૂત હિંમત દર્શાવી છે. હું ખાતરી આપું છું કે તેની સલામતી માટે સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે અને શક્ય તેટલો વહેલો ભારત પરત લાવવામાં આવશે. અમે ફરી એકવાર પાકિસ્તાનને કુલભૂષણને મુક્ત કરવાની માંગ કરીએ છીએ.


2017માં સરકારે જાધવના હિત તથા રક્ષા માટે જરૂર તમામ પગલા ભરવા માટે ગૃહમાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકારે આઈસીજેમાં કાનૂની માધ્યો સહિત તેની મુક્તિની માંગને લઈ અઢળક પ્રયત્નો કર્યા છે.


કુલભૂષણનો કેસ લડવાના હરીશ સાલ્વેએ લીધા કેટલા રૂપિયા ? આંકડો જાણીને ચોંકી જશો, અંબાણી માટે લડી ચૂક્યા છે કેસ

ભારતની મોટી જીત, ICJ એ કુલભૂષણની ફાંસી પર લગાવી રોક