Ram Janmbhoomi, Ram Mandir Udghatan 2024: અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી રામ મંદિરમાં શ્રી રામલ્લલાના અભિષેકને લઈને દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયેલો છે. સોમવારે હજારો લોકોની ભીડ અયોધ્યા પહોંચી હતી અને ભક્તિમય વાતાવરણમાં લીન રહી હતી. દરેક વ્યક્તિ ઈતિહાસની આ મોટી ઘટનાને પોતાની આંખોથી જોવા ઈચ્છતો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એક વીડિયો શેર કર્યો છે, જેમાં અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વિગતવાર બતાવવામાં આવ્યો છે.


પીએમ મોદી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શું છે ?
પીએમ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ભક્તોની ભાવનાઓ અને કાર્યક્રમમાં ભાગ લેનાર સેલિબ્રિટીઓની પ્રાર્થના અને લાગણીઓ પણ દર્શાવવામાં આવી છે. વીડિયોની શરૂઆતમાં અયોધ્યાના ભવ્ય મંદિર પર ફૂલોની વર્ષા બતાવવામાં આવી છે, ત્યારબાદ વડાપ્રધાન મોદી હાથમાં પૂજા સામગ્રી સાથે મંદિરની અંદરના ગર્ભગૃહમાં પ્રવેશતા જોવા મળે છે. આ વીડિયોમાં પીએમને રામલલાની સામે ધાર્મિક વિધિ કરતા જોઈ શકાય છે.






-


આજથી સામાન્ય લોકો કરી શકશે રામલલાના દર્શન, જાણો કેટલા કલાક બંધ રહેશે મંદિર?


અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. આ સાથે 23 જાન્યુઆરીથી રામ મંદિરમાં રામલલાની પૂજાની વિધિ પણ નક્કી કરવામાં આવી છે. આ માટે શ્રી રામોપાસના નામની સંહિતા બનાવવામાં આવી છે. નિયમો અનુસાર સવારે 3 વાગ્યાથી પૂજા અને શ્રુંગારની તૈયારીઓ શરૂ થઈ જશે. રામલલાને ચાર વાગ્યે જગાડવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અનુસાર, રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે. મંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનનો સમયગાળો 14 થી 15 કલાકનો હોઈ શકે છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે 1949માં પ્રગટ થયેલા શ્રી રામલલાના કપડાનો રંગ દિવસ પ્રમાણે રહ્યો છે. નવા મંદિરમાં આ પરંપરા ચાલુ રહેશે. રામલલા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્રો પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરશે. ભગવાન રામ મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે આછો પીળો અથવા ક્રીમ રંગ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના વસ્ત્રો પહેરશે. નવી બાલરૂપ મૂર્તિ માટે રામ મંદિર ટ્રસ્ટને પુણેના હેરિટેજ એન્ડ હેન્ડવીવિંગ રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કપડાં મળ્યા છે. દેશના 10 થી 15 લાખ કારીગરો તેમના વણાટ સાથે જોડાયેલા છે.


મંદિર દિવસ દરમિયાન બે કલાક બંધ રહેશે


પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ 23મી જાન્યુઆરીથી બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3 વાગ્યાથી ગર્ભગૃહની સફાઈ, પૂજા અને શ્રુંગારની તૈયારીઓ કરવામાં આવશે. 3.30 થી 4 વાગ્યાની આસપાસ ભગવાનની બંન્ને મૂર્તિઓ અને શ્રીયંત્ર મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યારબાદ મંગળા આરતી થશે. આ પછી મૂર્તિઓના અભિષેક અને શ્રુંગાર કરવામાં આવશે. શ્રૃંગાર ભોગ ચઢાવાશે. આ 4.30 થી 5 રહેશે. સવારે 8 વાગ્યાથી દર્શન શરૂ થશે. બપોરે લગભગ 1 કલાકે આરતી થશે. બે કલાક દર્શન બંધ રહેશે. ભગવાન આરામ કરશે. બપોરે 3 વાગ્યાથી દર્શન ફરી શરૂ થશે જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. દરમિયાન સાંજે સાત વાગ્યે સાંજની આરતી થશે. હવે રામલલાની અષ્ટયામ સેવા થશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરવામાં આવશે. આરતીમાં સામેલ થવા માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલાની બે આરતીઓ થતી હતી. રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે રામલલાની મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને શયન આરતી થશે. આ અંગે ટ્રસ્ટ જ જાહેરાત કરશે.


સવારે 6:00 વાગ્યાથી દર્શન થશે


નવા મંદિરમાં સવારે 3:30 થી 4:00 વાગ્યે પૂજારી રામલલાને મંત્રોચ્ચારથી જગાડશે, ત્યારબાદ મંગળા આરતી થશે. શ્રૃંગાર આરતી સાંજે 5:30 કલાકે શરૂ થશે અને સાંજે 6 કલાકે દર્શન શરૂ થશે. બપોરે રાજભોગ આરતી થશે. ત્યારબાદ ઉત્થાપન, સંધ્યા આરતી અને શયન આરતી થશે.