લખનૌ: પૂર્વ કેંદ્રીય કાયદા પ્રધાન રામ જેઠમલાનીએ રવિવારે કહ્યું કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં વિદેશી બેંકોમાં રહેલુ કાળુ નાણુ પાછુ લાવવા સહિત તમામ વાયદાઓને ધ્યાનમાં રાખીને તેમણે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યુ હતું. પણ હવે આમ કરવા બદલે તેઓ પોતાને ગુનેગાર માને છે. અને છેતરાયા હોય તેમ અનુભવે છે.


જેઠમલાનીએ સમાજવાદી સિંધી સમાજના પ્રાંતિય અધિવેશનમાં હાજરી આપતા કહ્યું કે મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં તેમનો પણ સહયોગ હતો. કેમકે તેમણે કાળુ નાણુ પાછુ લાવવાની વાત કહી હતી.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી કાળુ નાણુ પાછું ન લાવ્યા. હવે એમ લાગે છે કે તેઓ પોતાનું એક પણ વચન નહિ પાળે. હું પોતે છેતરાયાની લાગણી અનુભવુ છું. હું ગુનેગાર છું કે મે મોદીની મદદ કરી. હું તમારી વચ્ચે એ કહેવા આવ્યો છું કે તમે પીએમની વાતોનો ભરોસો ન કરતા.

તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવી છબિ સારી છે. તે દેશનું ભવિષ્ય છે. સમાજવાદી પાર્ટીના સભ્ય અમર સિંહે આ આવસર પર કહ્યું કે તે જેઠમલાનીનું સન્માન કરે છે કેમકે તેઓ ન્યાયની વાત કરે છે.

તેમણે સિંધી સભાના પ્રતિનિધિઓને ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા કહ્યું જેથી સમાજવાદી પાર્ટી સતત બીજી વાર સત્તા પર આવી શકે.