અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે રામાર્ચા પૂજા થશે. આ પૂજા સવારે 9 કલાકથી શરૂ થશે અને 5 કલાક સુધી ચાલશે. તેમાં કુલ 6 પુજારી સામેલ થશે. આ પહેલા સોમવારે ગણપતિ પૂજન થયું હતું. ઉપરાંત હનુમાન ગઢીમાં સવારે 8 કલાકે હનુમાન પૂજન અને નિશાનનું પૂજન થશે. જાનકારોએ જણાવ્યું કે, હનુમાનજી મહારાજ હાલમાં અયોધ્યાના અધિષ્ઠતા છે. માટે સૌથી પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

નિશાન પૂજામાં અખાડાઓના નિશાનની પૂજા કરવામાં આવે છે. આ પૂજા પણ હનુમાનજીની પૂજા જેટલી જ મહત્ત્વની છે. ત્યાર બાદ આજે સરયૂ ઘાટ પર સાંજે 6-50 કલાકે આતરી થશે અને સાંજે 7 કલાકથી રામની પૈડી પર દીપ પ્રગટાવવામાં આવશે.

ભૂમિપૂજનની તૈયારીઓ પૂરી, આજેથી પહોંચશે મહેમાનો

જણાવીએ કે, આવતીકાલે થનાર ભૂમિ પૂજનની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. ભૂમિપૂજનમાં આમંત્રિત કરવામાં આવેલ મહેમાનોમાંથી ઘણાં લોકો આજે જ અયોધ્યા પહોંચી જશે. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, યોગગુરુ બાબા રામદેવ અને સાધ્વી ઋતમ્ભરા જેવા અનેક મોટા નામ સામેલ છે. જાણકારી અનુસાર આ કાર્યક્રમ માટે કુલ 175 લોકોને નિમંત્રણ મોકલવામાં આવ્યં છે. જેમાંથી 135 સંત છે જે જુદા જુદા આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાયેલ છે અને તે બધા જ હાજર રહેશે.