અશોક સિંઘલના ભત્રીજા સલિલ હશે યજમાન
શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અનુસાર વિહિપના દિવંગત નેતા અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ કાર્યક્રમમાં ‘યજમાન’ હશે. વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલ રામ મંદિર આંદોલનના મુખ્ય નેતાઓમાં સામેલ હતા.
કાશી અને અયોધ્યાના 21 પુજારી કરાવશે પૂજા
રામજન્મ ભૂમિની આધારશિલાનું મુહૂર્ત માત્ર 32 સેકન્ડનું છે. આ દરમિયાન કાશી અને અયોધ્યાના 21 પુજારી પૂજા કરાવશે. આ બધા અલગ અલગ પૂજાના એક્સપર્ટ છે.
મંચ પર માત્ર 5 લોકો જ હશે
અયોધ્યામાં કાર્યક્રમનને લઈને બનાવવામાં આવેલ મંચ પર પીએમ નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સહિત માત્ર પાંચ લોકો જ હશે.
નેપાળથી પણ બોલાવવામાં આવ્યા સંત
રામ મંદિર માટે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં 36 આધ્યાત્મિક પરંપરાઓ સાથે સંબંધ રાખનારા 135 પૂજ્ય સંત પણ કાર્યક્રમમાં હાજર રહેશે. તેની સાથે જ નેપાળના સંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે કરાણ કે જનકપુરના બિહાર, ઉત્તર પ્રદેશ અને અયોધ્યા સાથે પણ સંબંધ છે.