PM Modi Ram Mandir Speech Highlights: સમગ્ર ભારત આજે રામમય, દરેક મન રોમાંચિત અને દરેક ઘર દીપમય છે- પીએમ મોદી

વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાકનો સમય વિતાવશે. જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવિશ્ટ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Aug 2020 02:33 PM

બ્રેકગ્રાઉન્ડ

આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણનુ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવવાનો છે. આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશની મોટી મોટી હસ્તીઓ સામેલ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનમાં મુખ્ય...More

પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી વધારે મુસ્લિમ જનસંખ્યા જે દેશમાં છે છે ઇન્ડોનેશિયા અને ત્યાં રામાયાણના અનેક રૂપ જોવા મળે છે. ત્યાં પણ રામ આરાધ્ય તરીકે પૂજવામાં આવે છે અને લોકોની આસ્થા તેમનામાં છે. વિશ્વના અનેક એવા છેડા છે જ્યાંની આસ્થામાં અને ન જાને કેટલા રૂપમાં રામને લોકો આરાધ્ય માને છે. એવા તમામ દેશોમાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવાથી ઉત્સાહ છે. અયોધ્યામાં બનનારા રામ મંદિર માત્ર આપણા મેટ જ નહીં, પરંતુ માનવતાને પ્રેરણા આપતું રહેશે. કારણ કે રામ તો બધાને છે, રામ તો બધામાં છે.