અમિતા શાહે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતીક ભગવાન શ્રીરામના મંદિર પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા માટે હું તેમને કોટિ-કોટિ અભિનંદન કરું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનો દિવસ છે.’
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, ‘શ્રીરામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશનુસાર આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભી શ્રી રામનાં ભવ્ય મંદિરના નિર્મણાની દિશામાં પોતાની કટિબદ્ધતા દર્શાવતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.’