આને યુપીના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવી છે, પીએમ મોદી અને સીએમ યોગીની આ તસવીરમાં તુર્કી સેનાના હેલિકૉપ્ટરની તસવીર લગાવેલી છે. તુર્કી સેનાના હેલિકૉપ્ટર T129 ATAKની તસવીર લગાવેલી હોવાના કારણે આને સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
સોશ્યલ મીડિાયા પર લોકોએ મુખ્યમંત્રી કાર્યાલાયને આ ભૂલને સુધારવાની સલાહ આપી છે. યૂઝર્સ તસવીર શેર કરતાં લખી રહ્યાં છે કે એક આંતરરાષ્ટ્રી રક્ષા આયોજનમાં ભારતના વડાપ્રધાન તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની તસવીરની સાથે આવો પ્રચાર યોગ્ય સંદેશ નથી, આને સુધારી લો.