અયોધ્યાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની ઉત્તરપ્રદેશ યાત્રાના ચોથા દિવસે આજે અયોધ્યામાં છે. રાષ્ટ્રપતિએ અયોધ્યામાં રામકથા પાર્કનું ઉદ્ઘાટન કર્યુ છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું, રામ વગર અયોધ્યા છે જ નહીં. આ નગરીમાં પ્રબુ રામ હંમેશા માટે વિરાજમાન છે. તેથી આ સ્થાન સાચા અર્થમાં અયોધ્યા છે. અયોધ્યાનો શાબ્દિક અર્થ જેની સાથે યુદ્ધ કરવું અસંભવ છે તેવો થાય છે.
ભારતીય જીવન મૂલ્યોના આદર્શ અને ઉપદેશ રામાયણમાં સમાયેલા છે
રામકથા પાર્કના ઉદ્ઘાટન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, તમારી બધા વચ્ચે અયોધ્યામાં આ રામકથા પાર્કમાં આવીને મને પ્રસન્નતા થઈ રહી છે. તમે બધા રામકથાના મહત્વ અંગે જાણો છે. એમ કહી શકાય કે ભારતીય જીવન મૂલ્યોના આદર્શ અને ઉપદેશ રામાયણમાં સમાયેલા છે.
યોગી આદિત્યનાથની કરી પ્રશંસા
ઉત્તરપ્રદેશ સરકારે રામાયણ કોન્કલેવનું આયોજન કરીને કલા તથા સંસ્કૃતિના માધ્યમથી રામાયણને લોકો સુધી પહોંચાડવાનું જે અભિયાન શરૂ કર્યુ છે તે માટે હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા તેમની ટીમની પ્રશંસા કરું છું.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે.
- કુલ કેસઃ 3 કરોડ 26 લાખ 95 હજાર 30
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 18 લાખ 88 હજાર 642
- એક્ટિવ કેસઃ 3 લાખ 68 હજાર 558
- કુલ મોતઃ 4 લાખ 37 હજાર 558
- કુલ રસીકરણઃ 63 કરોડ 9 લાખ 17 હજાર