નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાને બુધવારે કહ્યું કે, કોરોના વાયરસના કહેરના કારણે ઉભી થયેલી સ્થિતિમાં તમામ આવશ્યક વસ્તુઓની બજારમાં ઉપલબ્ધતા સતત જાળવી રાખવાની પ્રક્રિયા પર સરકાર દેખરેખ રાખી રહી છે. લોકોને આવશ્યક  ચીજવસ્તુઓની અછત ના પડે તે માટે રાજ્ય સરકારોના સંપર્કમાં છીએ. પાસવાને વ્યાપારીઓને  નફાખોરી ન કરવાની અપીલ કરી હતી.




પાસવાને એક ટ્વિટમાં જણાવ્યું કે, કોરોનાના ખતરાના કારણે ઉભી થયેલી સ્થિતિમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ બજારમાં મળી રહે તે માટે સરકાર સતત નજર રાખી રહી છે. અને કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારોના સંપર્કમાં છે જેથી ક્યાંય પણ કોઇ પણ ચીજવસ્તુની અછત ના સર્જાય. તમામ ઉત્પાદકો અને વ્યાપારીઓને પણ અપીલ છે કે આ મુશ્કેલ સમયમાં નફાખોરી કરે નહીં. નોંધનીય છે કે મોદી સરકારે કોરોના વાયરસના કહેરથી બચવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.