ભોપાલ:  ભાજપના ધારાસભ્ય અને મધ્યપ્રદેશ વિધાનસભાના પૂર્વ પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્મા પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ફસાયા છે. વિવાદ વધી જતા તેમને પોતાના નિવેદનને લઈ રાજપૂત સમાજની માફી માંગવી પડી છે.


રવિવારે સાગરમાં હિંદુત્વ ધર્મ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કપિલ મિશ્રા અને રામેશ્વર શર્મા હાજર હતા. આ દરમિયાન ભાષણ આપતા સમયે, તેમણે અકબર અને જોધાબાઈની પ્રેમ કહાની પર નિવેદન આપતા કહ્યું હતું કે 'જોધાબાઈ સાથે સંબંધ  કોણે કર્યા હતા ? કોઈ આઈ લવ યૂ નહોતું, પ્રેમ હતો? શું સાથે ભણ્યા હતા? કૉફી હાઉસમાં મળ્યા હતા કે જિમમાં? જ્યારે લોકો સત્તાના લોભી બની જાય અને સત્તા મેળવવા માટે દિકરીને દાવ પર  લગાવી દે એવા લુટેરાઓથી પણ સાવધાન રહેવાની જરુર છે. જે તમારા છે, પરંતુ ધર્મને દગો આપી શકે છે.



રામેશ્વર શર્માનું આ નિવેદન સોમવારે સાંજે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું બાદમાં કૉંગ્રેસે તેના પર નિશાન સાધ્યું અને તેને રાજપૂત સમાજનું અપમાન ગણાવ્યું હતું. કૉં


નિવેદન વાયરલ થયા બાદ ધારાસભ્યએ માફી માંગી


નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ રામેશ્વર શર્માએ રાજપૂત સમાજની માફી માંગી અને કહ્યું  કે, હુ ચાલાક મુગલોની કુટ-નીતિનું વર્ણન કરી રહ્યો હતો. રાજપૂત સમાજને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. હિંદુત્વના રક્ષક રાજપૂતોની માફી માંગુ છું.
તેમણે નિવેદન જાહેર કરતા કહ્યું કે રાજપૂત સમાજ શરુઆતથી જ હિંદુત્વનો રક્ષક રહ્યો છે. આદિ કાળથી અત્યાર સુધી ક્ષત્રિય વીરોની ગાથા દેશને ગૌરવાન્વિત કરતી રહી છે.  હું રામેશ્વર શર્મા સદૈવ હિંદુત્વના રક્ષક મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણની વીર ગાથાઓનું ગૌરવ ગાન કરતો રહ્યો છું. ઈતિહાસમાં ભલે અકબરને મહાન બતાવવામાં આવ્યો હોય પરંતુ મારા માટે અકબર નહી પરંતુ મહારાણા પ્રતાપ મહાન છે.


સાગરમાં આયોજિત હિંદુત્વ ધર્મ સંવાદ કાર્યક્રમમાં અકબર અને જોધાબાઈના પ્રસંગના વર્ણનનું ઉદેશ્ય મુગલોની ચાલાકી અને કૂટ-નીતિનો ઉલ્લેખ કરવાનો હતો. મહારાણા પ્રતાપ, વીર શિવાજી અને પૃથ્વીરાજ ચૌહાણથી પ્રેરણ લઈ હિંદુત્વ માટે લડનારા રામેશ્વર શર્મા ક્યારેય રાજપૂત સમાજ પર આંગળી ન ઉઠાવી શકે. તેમ છતાં મારા કોઈ શબ્દથી મારા કોઈ પણ રાજપૂત હિંદુ ભાઈને ઠેસ પહોંચી હોય તો તમારો ભાઈ રામેશ્વર શર્મા 100 વખત તમારી સામે ઝુકવા માટે તૈયાર છે અને તમારી પાસે આ માટે માફી માંગે છે.