અયોધ્યામાં રામલલાને અસ્થાયી મંદિરમાં કરવામાં આવ્યા શિફ્ટ, CM યોગી આદિત્યનાથ રહ્યા હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Mar 2020 08:24 AM (IST)
આજે સવારે 3 કલાકે રામજન્મભૂમિ પરિસરમાં આવેલ ગર્ભગૃહમાં રામલલાને સ્નાન અને પૂજા અર્ચના કર્યા બાદ અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા.
લખનઉઃ ભવ્ય રામ મંદિરન નિર્માણનો આજે પ્રથમ તબક્કો પૂરો થયો છે. રામલલા આજે બુધવારે નવરાત્રિના પ્રથમ દિવસે અસ્થાયી ફાઈબર મંદિરમાં શિફ્ટ તઈ ગયા. આ દરમિયાન યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્નાથ પણ હાજર રહે. તેમણે ટ્વીટ કરી તેની જાણકારી આપી. યોગી આદિત્યનાથએ લખ્યું, “ભવ્ય રામ મંદિરનના નિર્માણનો પ્રથમ તબક્કો આજે પૂરો થયો, મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામ ત્રિપાલથી નવા આસન પર બિરાજમાન. માનસ ભવનની નજીક એક અસ્થાયી ઢાંચામાં ‘રામલલા’ની મૂર્તિને સ્થળાતંરિત કર્યા. ભવ્ય મંદિરના નિર્માણ હેતુ 11 લાખનો ચેક ભેટ કર્યો.” જણાવીએ કે, આજે સવારે 3 કલાકે રામજન્મભૂમિ પરિસરમાં આવેલ ગર્ભગૃહમાં રામલલાને સ્નાન અને પૂજા અર્ચના કર્યા બાદ અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા. કહેવાય છે કે અસ્થાયી ફાઈબર મંદિરમાં રામલલાના શિફ્ટ કરવા દરમિયાન રામજન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ, ટ્રસ્ટના સભ્ય રાજા બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર, સભ્ય અનિલ મિશ્રા, ટ્રસ્ટના મહાસચિવ ચપંત રાય, દિગંબર અખાડાના મહંત સુરેશ દાસ, અવનીસ અવસ્થી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા.