હિંદુ સંગઠનોનો વિરોધ, મેંગલોર એયરપોર્ટ પર અભિનેત્રી રામ્યા પર ફેંકાયા ઈંડા
abpasmita.in | 25 Aug 2016 02:09 PM (IST)
મેંગ્લોર: મેંગલોર એયરપોર્ટ પર અભિનેત્રી અને પૂર્વ કોંગ્રેસ સાંસદ રામ્યા પર અમુક હિંદુ સંગઠનો દ્ધારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એયરપોર્ટ પર તેમના ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. અભિનેત્રી જન્માષ્ટમીના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મેંગલોર પહોંચી છે. રામ્યાની કાર પર ઈંડા ફેંકવામાં આવ્યા, કાળા ઝાંડા દેખાડવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરનાર સંગઠનના લોકોની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર આપવામાં આવેલા નિવેદનના લીધે કર્ણાટકના એક વકીલે આ અભિનેત્રી વિરુદ્ધ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. અભિનેત્રીએ રક્ષા મંત્રી મનોહર પર્રિકરે PAK પર આપેલા નિવેદનને નકારી દીધું હતું. પર્રિકરે એક નિવેદનમાં પાકિસ્તાનની તુલના નર્ક સાથે કરી હતી. આના પર રામ્યાએ કહ્યું હતું કે, પાકિસ્તાન નર્ક નથી અને ત્યાં પણ આપણાં જેવા લોકો છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, સાર્ક સંમ્મેલન દરમિયાન પાકિસ્તાની લોકોએ મારી સાથે ખુબ સારી રીતે વતણૂંક કરી હતી.