રાંચીઃ ભાતીય વન-ડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અત્યારે રાંચીમાં છે. ક્રિકેટની પ્રેક્ટિસ માટે ધોની જેસીએ સ્ટેડિયમ ગયો હતો. ત્યારે અચાનક વરસાદ શરૂ થઇ જતા, ધોની વરસાદની માજા લેવા માટે બહાર નીકળી ગયો હતો.
થોડી વાર સુધી ધોની વરસાદમાં ન્હાતો રહ્યો તે દરમિયાન તેણે હેલમેટ પહેરેલું હતું. વરસાદમાં તે 15 મિનિટ સુધી સુધી મસ્તી કરતો રહ્યો હતો. ત્યાર બાદ ધોની ઘરે પરત ફર્યો હતો. ક્રિકેટમાંથી છુટી મળ્યા બાદ ધોની પોતાનો સમય રાંચીમાં વ્યતીત કરે છે.
છુટી દરમિયાન ધોની ક્યારેક બાઇક ચલાવતો તો ક્યારેક ઘરમાં બાઇક રિપેર કરવા લાગતો. રાંચીમાં ધોની ક્રિકેટની પ્રેક્ટિસ માટે જેસીએ સ્ટેડિયમ જાય છે. આ પહેલા જ્યારે તે ગયા હતા ત્યારે યુવતીઓએ તેમની સાથે ઘણ સેલ્ફી લીધી હતી.