Ratan Tata Death:  દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ગઈકાલે રાત્રે 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. આજે 10 ઓક્ટોબરે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.


 






પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના નશ્વર અવશેષોને અંતિમ સંસ્કાર માટે વરલી સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર  કરવામાં આવ્યા.


ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, તે સાદગી અને વિનમ્રતાના પ્રતિક હતા. જ્યારે પણ હું રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ દરમિયાન તેમને આમંત્રણ આપતો હતો, મેં તેમનામાં એવી નમ્રતા જોઈ હતી કે તેઓ ક્યારેય મોટા ઉદ્યોગપતિ લાગતા નહોતા. તેઓ એક દેશભક્ત, સામાન્ય વ્યક્તિ હતા અને હંમેશા પ્રોટોકોલનું પાલન કરતા હતા જ્યારે આપણે ટાટા જૂથના કોઈપણ ઉદ્યોગને જોઈએ છીએ, ત્યારે આપણે તેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત જોશું.


મારી પાસે શબ્દો નથી', કપિલ દેવે રતન ટાટાને યાદ કરતાં કહ્યું
રતન ટાટાના નિધન પર પૂર્વ ક્રિકેટર કપિલ દેવે કહ્યું, જ્યારે કોઈ મહાન વ્યક્તિ આ દુનિયા છોડીને જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને દુઃખ થાય છે, પરંતુ તે કેવો વારસો છોડી ગયા છે. મારી પાસે શબ્દો નથી. દરેકને આ વિશે જાણવાની જરૂર છે.  પરંતુ દરેક લોકોને જવાનુ છે, તેઓ તેમના કામ માટે જાણીતા છે. આપણને તેમના કરતાં વધુ સારી વ્યક્તિ ક્યારેય નહીં મળે.


 






તેની જગ્યા કોઈ લઈ શકતું નથી: રાજપાલ 


મુંબઈના વરલી સ્મશાનગૃહમાં ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અભિનેતા રાજપાલ યાદવે કહ્યું કે, રતન ટાટાએ મને શીખવ્યું કે લોકોના ભલા અને સામાજિક કલ્યાણ માટે બિઝનેસ કેવી રીતે ચલાવવો. એકવાર તેણે મને ગળે લગાવીને કહ્યું, દીકરા, તું હંમેશા અસલ છે. ઘણા વર્ષો પહેલા મને તેમના આશીર્વાદ મળ્યા હતા. ત્યારથી હું તેને સલામ કરું છું. તેની જગ્યા કોઈ લઈ શકતું નથી.


આ પણ વાંચો...


Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી