Ratan Tata Death: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના મૃત્યુના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો. રતન ટાટાના નિધન પર દેશના વડાપ્રધાનથી લઈને તમામ હસ્તીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો હતો. શાંતનુ નાયડુ રતન ટાટાની અંતિમ યાત્રામાં મોખરે જોવા મળ્યો હતો જ્યારે તેમના પાર્થિવ દેહને હોસ્પિટલથી મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ હોલમાં લઈ જવામાં આવ્યો હતો.


 






ભીની આંખો સાથે શાંતનુ નાયડુ બાઇક પર રતન ટાટાની અંતિમ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેણે આજે સવારે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી. તેમની પોસ્ટ દ્વારા તેમણે રાષ્ટ્રીય આઈકનના નિધન પર શોક વ્યક્ત કર્યો. ભારતના સૌથી મોટા સમૂહ, ટાટા સન્સના માનજ ચેરમેન રતન ટાટાનું ટૂંકી માંદગી બાદ બુધવારે મોડી રાત્રે અવસાન થયું. તેઓ 86 વર્ષના હતા.


કોણ છે શાંતનુ નાયડુ? 
31 વર્ષીય શાંતનુ નાયડુ મુંબઈના રહેવાસી છે. શાંતનુ નાયડુએ રતન ટાટાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. શાંતનુ ટાટા ટ્રસ્ટના સૌથી નાના મદદનીશ અને વિશ્વાસુ વ્યક્તિ હતા. 2014માં તેઓ પહેલીવાર રતન ટાટાને મળ્યા હતા જ્યારે નાયડુએ રખડતા કૂતરાઓને રાત્રિના સમયે થતા ટ્રાફિક અકસ્માતોથી બચાવવા માટે પ્રતિબિંબીત કોલર ડિઝાઇન કર્યા હતા. આ પછી જ રતન ટાટાએ નાયડુને પોતાની ટીમમાં સામેલ કર્યા. છેલ્લા 10 વર્ષમાં શાંતનુ નાયડુ રતન ટાટાના નજીકના અને વિશ્વાસુ મિત્ર બની ગયા હતા.


2014 થી રતન ટાટા સાથે છે શાંતનુ


ગુડફેલોને સપ્ટેમ્બર 2022 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર્ટઅપ શરૂ કરનાર શાંતનુ નાયડુ 31 વર્ષના છે અને તેમણે કોર્નેલ યુનિવર્સિટી(Cornell University)માંથી અભ્યાસ કર્યો છે. તેઓ ટાટા ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. આ સાથે તમને જણાવી દઈએ કે શાંતનુ 2014થી રતન ટાટા સાથે જોડાયેલા હતા.


શાંતનુ ઇન્ડસ્ટ્રીનું પણ એક મોટું નામ છે
31 વર્ષની ઉંમરે શાંતનુ નાયડુએ બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન હાંસલ કર્યું છે, જે ઘણા લોકો માટે સપનું છે. શાંતનુ નાયડુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે રતન ટાટાને બિઝનેસ ટિપ્સ આપતા હતા. શાંતનુ નાયડુનો જન્મ 1993માં પુણેમાં થયો હતો. તે એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ, એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ, ડીજીએમ, સોશિયલ મીડિયા પ્રભાવક, લેખક અને ઉદ્યોગસાહસિક છે. શાંતનુ નાયડુ ટાટા ટ્રસ્ટના ડેપ્યુટી જનરલ મેનેજર પણ હતા. પ્રાણીપ્રેમ અને સમાજ સેવાનો જુસ્સો ધરાવતા શાંતનુએ “મોટોપોવ્સ” નામની સંસ્થા બનાવી છે, જે શેરીઓમાં રખડતા કૂતરાઓને મદદ કરે છે. નાયડુના નેતૃત્વ હેઠળ, મોટોપોઝ 17 શહેરોમાં વિસ્તર્યો અને 8 મહિનામાં 250 કર્મચારીઓની ભરતી કરી.


આ પણ વાંચો...


Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી