ABP શિખર સન્મેલન 2020: કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે તમામ હિન્દુસ્તાનીને વડાપ્રધાન, ગૃહમંત્રી અને મારી પણ આલોચના કરવાનો અધિકાર છે. પરંતુ જે હિન્દુસ્તાનને તોડવાની વાત કરશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકતા સંશોધન એક્ટ પર થઈ રહેલા વિરોધ પર તેઓએ કહ્યું, યુવાઓ સાથે આ કાયદા વિશે વાતચીત કરીને સમજાવીશું. તેની સાથે જે રાજ્ય તેનો વિરોધ કરી રહ્યા છે તેને કાયદામંત્રીએ કહ્યું ધરણા-પ્રદર્શન કરે પરંતુ વાતચીત કરવાનો દરવાજો ખુલ્લો રાખે. સીએએ પાછલા દરવાજાથી નહીં આવ્યો.

કૉંગ્રેસ પર નિશાના પર આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર તેઓએ કહ્યું કે હિંસા કરવાવાળા વિરુદ્ધ યોગી સરકાર સારી કાર્યવાહી કરી રહી છે. યોગી આદિત્યનાથ પરિપક્વ છે. તેમણે કહ્યું કે, ટૂકડે ટુકડે ગેંગ સામે કડક પગલા લેવાશે. કાવતરા હેઠળ હિંસા ફેલાવાઈ છે. કૉંગ્રેસ પર નિશાન સાધતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેઓ મોદી સરકારને સ્વીકાર કરી શક્યા નથી. પીએમ વિરુદ્ધ કૉંગ્રેસની ભાષાથી દુખ થાય છે.

રવિશંકર પ્રસાદે એનઆરસી પર કહ્યું, આ અંગે વડાપ્રધાન સાથે કોઈ ચર્ચા નથી થઈ. મોદી સરકાર કાયદા પ્રમાણે કામ કરે છે. જો લાગુ કરવાનું થશે તો કાયદાકીય રીતે થશે. કોઈ પણ નિર્ણય થશે તે સંતાઈને નહીં કરવામાં આવે.

જનસંખ્યાને લઈને તેઓએ કહ્યું આ અંગે ચર્ચા જરૂરી છે. જનસંખ્યાને નિયંત્રણ કરવા દેશ માટે જરૂરી છે. તેમણે કહ્યું, અમારી સરકારનો ધ્યેય સૌનો સાથ સૌનો વિકાસ છે.