Ravishankar Vs Twitter: ટવિટરે માત્ર અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટ હેઠળ કેન્દ્રિય IT મંત્રી રવિશંકર પ્રસાદનું અકાઉન્ટ એક કલાક બંધ કરી દીધું હતું.  ત્યારબાદ રવિશંકરે તેને ટવિટરની મનમાની અને અસહનશીલતા ગણાવતા કહ્યું હતું કે, તેને માત્ર તેમનો અજેન્ડો ચલાવવામાં દિલચશ્પી છે. હવે આ મુદ્દે ટવિટરની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ટવિટરે કહ્યું છે કે, કોપારાઇટ મુદે મળતી ફરિયાદના પગલે આ એકશન લવાયું હતું.


ટવિટરે સોની મ્યુઝિક ઇન્ટરટેઇનમેન્ટ કંપનીથી એ.આર, રહેમાનના પ્રસિદ્ધ સોન્ગ ‘ મા તુઝે સલામ’ પર કોપી રાઇટ ક્લેમ મળવાનો દાવો કર્યો હતો. આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુદ્દે તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, અમેરિકાએ ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટ (DMCA)ની નોટિસ બાદ આ અકાઉન્ટ અસ્થાયી રીતે બ્લોક કરી દીધું હતું.


ટવિટરના પ્રવકતાએ કહ્યું કે, જે ટવિટના કારણે આ મામલો સામે આવ્યો હતો. તેના પર રોક લગાવી દેવાઇ છે. આ સાથે પ્રવકતાએ કહ્યું છે કે, ‘અમે એ વાતની પુષ્ટી કરીએ છીએ કે, DMCAની નોટિસ બાદ માનનિય રવિશંકર પ્રસાદના અકાઉન્ટ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. જે ટ્વિટના કારણે આ મામલો સામે આવ્યો તે ટવિટ પણ હટાવી દેવાઇ  છે. અમારી પોલીસ અનુસાર કોઇ વિષય વસ્તુની કોપીરાઇટના માલિક કે તેમના અધિકૃત પ્રતિનિધિથી ફરિયાદ થતાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે’


શું છે સમગ્ર મામલો?
શુક્રવારે કેન્દ્રીય મંત્રી રવિશંકરનું ટવિટર અકાઉન્ટ એક કલાક માટે લોક કરી દેવાયું હતું. ટિવટરના કહેવા મુજબ તેમણે અમેરિકન ડિજિટલ મિલેનિયમ  કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારબાદ ત્યારબાદ ટવિટરે તેનું એકાઉન્ટ અનલોક કરી દીધું હતું. ત્યારબાદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ટવિટરની મનમાની, અસહનશીલતા લઇને મેં જે ટીપ્પણી કરી હતી સ્પષ્ટ રીતે આ તેનું રિએકશન છે. તેમણે કહ્યું કે, કોઇ પણ પ્લેટફોર્મ કઇ પણ કરી લે. આઇટીને લઇને નવો કાયદો માનવો જ પડશે. તેને લઇને કોઇ સમજૂતી નહી થાય.ટવિટરની આ કાર્યવાહી સ્પષ્ટ રીતે એ દર્શાવે છે કે, તે તે અભિવ્યકિતની આઝાદીનો હિતેષી નથી. તેમને માત્ર તેમનો અજેન્ડા ચલાવવામાં જ રસ છે. આ સાથે તેમણે કહ્યું કે, ટવિટરની કાર્યવાહી આઇટીના નિયમો વિરૂદ્ધ છે. અકાઉન્ટ લોક કરતાં પહેલા તેમણે મને કોઇ નોટિસ પણ નથી આપી. તે સાબિત કરે છે કે, ટવિટર નવા નિયમોને નથી માનતું. જો માનતું હોત તો તે આવી મનમાની રીતે નોટિસ વિના અકાઉન્ટ લોક ન કરત.