દિલ્હી હાઈકોર્ટે પોતાના એક આદેશમાં ભારતની ગુપ્તચર સંસ્થા RAW ને માહિતી અધિકાર કાયદા (RTI એક્ટ)ના દાયરાથી બહાર રાખી હતી. કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે 'ભારતની ગુપ્તચર એજન્સી RAW માહિતી અધિકાર કાયદા હેઠળ આવતી નથી અને તેને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યાં સુધી આરટીઆઈ અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતી માનવ અધિકાર અથવા ભ્રષ્ટાચારના મુદ્દાઓ સાથે સંબંધિત ન હોય ત્યાં સુધી તે જાહેર કરી શકાતી નથી.


RTI અરજદારની અરજી પર આપ્યો આદેશ


કોર્ટનો આદેશ આરટીઆઈ અરજદારની અરજી પર આપ્યો હતો જેમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભૂતપૂર્વ RAW ચીફના ઘરની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. અદાલતે અરજદારને માહિતી આપવાનો ઇનકાર કરતા CICના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે માહિતી અધિકાર અધિનિયમની કલમ 24 હેઠળ તેને આ છૂટછાટ આપવામાં આવી છે. 


RAW ને RTIમાંથી મુક્તિ આપવામાં આવી છે


જસ્ટિસ પ્રતિભા એ. સિંહે તેમના આદેશમાં અવલોકન કર્યું હતું કે "RAW એક એવું સંગઠન છે જેને વિશેષ રીતે RTI કાયદાની સૂચિમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંસ્થાને ખાસ મુક્તિ આપવામાં આવી છે. જ્યાં સુધી RTI અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતી માનવ અધિકાર અથવા ભ્રષ્ટાચારના મુદ્દાઓ સાથે સંબંધિત ના હોય ત્યાં સુધી તે જાહેર કરી શકાતી નથી.


અરજદાર નિશા પ્રિયા ભાટિયા દ્ધારા જાન્યુઆરી 2012 માં ભારતીય પોલીસ સેવાના 1972 બેચના ઉત્તર પ્રદેશ કેડરના અધિકારી એસ.કે. ત્રિપાઠીની 1986થી લઇને અત્યાર સુધીના રહેઠાણની જાણકારી માંગવામાં આવી હતી. જ્યારે અરજદારને કોઈ જવાબ ના મળ્યો તો તેણે સીઆઇસીનો સંપર્ક કર્યો હતો જેણે 2017 માં નિષ્કર્ષ આપ્યો હતો કે RAWને કલમ 24 હેઠળ મુક્તિ આપવામાં આવેલ સંસ્થા તરીકે આવરી લેવામાં આવે છે અને હાલના કેસમાં અપવાદરૂપે કોઈ માનવ અધિકાર અથવા ભ્રષ્ટાચારનો મુદ્દો નથી.


Wrestlers Protest: જંતર મંતર પર પ્રદર્શનકારી કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી


Wrestlers Delhi Police Ruckus: બુધવારે (3 મે) રાત્રે લગભગ 11 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનાનો અનેક વીડિયો સામે આવ્યો છે. કુસ્તીબાજોનો આરોપ છે કે વરસાદને કારણે તેઓએ પથારી મંગાવી હતી. પોલીસે તેમને આમ કરતા રોક્યા હતા. સ્ટાર ખેલાડી બજરંગ પૂનિયા અને પોલીસ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો પણ સામે આવ્યો છે. રેસલર વિનેશ ફોગાટ એક વીડિયોમાં રડતી જોવા મળી રહી છે. વિનેશ ફોગાટે ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે દિલ્હી પોલીસનું નિવેદન પણ આવ્યું છે