Reason behind loss of smell in covid-19: એકવાર ફરીથી દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, ચીનમાંથી અમેરિકા અને યૂરોપ સુધી કોરોનાના ઓમિક્રૉનના નવા વેરિએન્ટ બીએફ 7ને તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે ભારતમાં જ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મોટા પાયે સાવચેતી અને બચાવના પ્રયાસો શરૂ કરી દીધા છે, જોકે, આ બધાની વચ્ચે એક રિસર્ચ સ્ટડીએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. 


ખરેખરમાં હાલમાં કોરોના થાય ત્યારે લોકોમાં સૂઘવાની શક્તિ નબળી પડી જાય છે, અને અમૂક હદ પછી આ શક્તિ જતી પણ રહે છે, એટલે કે કોરોનાગ્રસ્ત લોકો સૂંઘવામાં અક્ષમ રહે છે. તમે પણ કોરોનાના આ લક્ષણ વિશે સાભળ્યુ હશે, જાણો પર સ્ટડીમાં શું ખુલાસો થયો, કેમ કોરોના થયા પછી સૂંઘવાની શક્તિ (reason behind loss of smell in covid-19) જતી રહે છે.


ડ્યૂક વિશ્વવિદ્યાલય (Duke University)ના રિસર્ચરે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે, કોરોના થાય ત્યારે કેમ સૌથી પહેલા સૂંઘવાની શક્તિ (reason behind loss of smell in covid-19) જતી રહે છે.  


કોરોનામાં સૂંઘવાની શક્તિ ખતમ થવાનું કારણ - 
સાયન્સ ટ્રાન્સલેશન મેડિસન મેગેઝીને પબ્લિશ એક રિસર્ચ સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે સૂંઘવાની શક્તિ ખતમ થવા પાછળ કારણ છે આપણી ઇમ્યૂન સિસ્ટમ, ડ્યૂક વિશ્વ વિદ્યાલય (Duke University)ના રિસર્ચર અનુસાર, કોરોના અમારી ઇમ્યૂનિટી પર હુમલો કરે છે, અને આની શ્વાસ લેવાની નળી પર પડે છે, નેસલ પેસજ એટલે કે નાક સાથે નર્વ્સ સેલ્સને પુરેપુરી રીતે પ્રભાવિત કરે છે, જ્યારે કોરોના થાય છે તો અમારી ઇમ્યનિટી સિસ્ટમ પર સતત એટેક કરે છે, જેના કારણે વ્યક્તિની સૂંઘવાની શક્તિ ખતમ થઇ જાય છે. 


નાક સાથે જોડાયેલી સેલ્સ પર સોજો આવ જાય છે - 
ખરેખરમાં, થાય છે કે કોરોના થવા પર ઇમ્યૂન સેલ્સ નાકમાં સેન્સેટિવ પરત પર સોજો પેદા કરે છે, જરૂરી સંવેદી તંત્રિકા કોશિકાઓ (sensory nerve cells)ને એકબાજુથી સાફ કરી રહી હોય છે, રિસર્ચરે બાયૉપ્સી કરીને ટી-સેલ્સ જોકે ઇમ્યૂન સેલ્સ હોય છે, SARS-CoV-2ના કારણ સાથે જોડાયેલો સોજો બની જાય છે, જેના કારણે સૂંઘવાની શક્તિ ચાલી જાય છે. 


સૂંઘવાની શક્તિ ખતમ થઇ જાય છેઃ રિસર્ચ 
રિસર્ચમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે, જે લોકો લાંબા સમય સુધી કોરોનાથી પીડિત રહે છે, તેમાંથી કેટલાય લોકોને સૂંઘવાની શક્તિ પાછી આવતી પણ નથી, અને જો પાછી આવે છે તો તે સુંગંધ અને ગંધની વચ્ચે અંતર નથી રાખી શકતા.