Mental Health:મહામારીના સમયમાં શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાયું છે. કોરોનાના કારણે લોકો એંગ્ઝાઇટી (Anxiety)ના શિકાર થઇ રહ્યાં છે. મહામારીમાં ડર અને તણાવના માહોલના કારણે લોકો ડિપ્રેશનના ભોગ પણ બની રહ્યાં છે. આ સ્થિતિમાં કેટલાક ફૂડ આપની મદદ કરી શકે છે.


મહામારીની સેકન્ડ વેવમાં ડિપ્રેશન અને એંગ્ઝાઇટી (Anxiety)ના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો. આ પરેશાનીથી બચવા માટે ડોક્ટર યોગ અને મેડિટેશનની સલાહ આપે છે. કેટલીક ફૂડ આઇટમ પણ માનિસક તણાવ અને ડિપ્રેશનની સ્થિતિમાં મદદરૂપ થઇ શકે છે.


શરીરમાં મોનોએમિક ઓક્સાઇડસ એન્ઝાઇમ વધી જાય તો તેના કારણે વ્યક્તિ એંગ્ઝાઇટી (Anxiety)નો શિકાર થાય છે. આ સ્થિતિમાં શરીરમાં હેપી હોર્મોન્સ ઓછો થઇ જાય છે અને ડિપ્રેશન એંગ્ઝાઇટી વધવા લાગે છે. જો કે તેને ડાયટમાં બદલાવ કરીને કન્ટ્રોલ કરી શકાય છે.


મોરિંગાના પાન:-તણાવને દૂર કરવામાં મોરિંગાના પાન કારગર છે. તેને સુપર ફૂડ મનાય છે. આપ તેના પાનનો પાવડર બનાવીને લઇ શકો છો. આ સિવાય આપ એંગ્ઝાઇટી (Anxiety)ને દૂર કરવા માટે પાલક, વીટ ગ્રાસ, બ્રોકલી તેમજ અન્ય ગ્રીન વેજિટેબલ્સને સામેલ કરી શકો છો. તેનાથી પણ તણાવ દૂર થાય છે.


કેળા- કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. કેળા ખાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ  એક્ટિવ થાય છે. જો આપને એંગ્ઝાઇટી ફીલ થતી હોય તો તરત જ એક કેળું ખાઇ લેવાની સલાહ અપાઇ છે. કેળાથી શુગર લેવલ વધે છે અને આપ હેપ્પી ફીલ કરો છો.


કેસર- કેસર પણ એંગ્ઝાઇટી (Anxiety) અને સ્ટ્રેસમાં ખૂબ જ અસરકારક દવા છે. જે હેપ્પી હોર્મોન્સએ એક્ટિવ કરે છે. એગ્ઝાઇટી અને સ્ટ્રેસને દૂર કરવા માટે કેસર ખૂબ જ ફાયદાકારક છે. આપ તેને કોઇ કપડામાં લપેટીને પણ સૂંઘી શકો છો.


અશ્વગંધા- આપણા દેશમાં આયુર્વૈદિક દવામાં અશ્વગંધાનો ઉપયોગ થાય છે. આપને અશ્વગંધા કોઇપણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. અશ્વગંધાની ટેબલેટ પણ માર્કેટમાં મોજૂદ છે. જો આપ નિયમિત 1 ગ્રામ અશ્વગંધા ખાવ છો તો તેનાથી તણાવથી ઘણી રાહત મળશે. આપ અશ્વગંધાને દૂધ સાથે મિક્સ કરીને પણ પી શકો છો.