અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમણે એક ચોક્કસ સમુદાયમાં નાગરિકતા કાયદાને લઇને ભ્રમ ફેલાવ્યો છે. મત માટે તે લોકોમાં નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે દિલ્હીના પ્રદર્શનકારીઓને આર્થિક સહયોગ અને નોકરીનું આશ્વાસન આપીને સમુદાય વિશેષના મનમાં નફરત ફેલાવવાનું કામ કર્યું છે. સાથે તેમણે સરકારની અને પ્રાઇવેટ સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું છે.
CAA પર ભારે પડ્યું નિવેદન, AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ વિરુદ્ધ FIR દાખલ
abpasmita.in
Updated at:
23 Dec 2019 10:27 PM (IST)
નાગરિકતા કાયદા વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનોમાં અમાતુલ્લાહ ખાન પણ સામેલ રહ્યા છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન સોશિયલ મીડિયા પર નાગરિકતા સંશોધન કાયદા પર આપેલા નિવેદનને કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે. ઓખલાથી આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ વિરુદ્ધ ગાજિયાબાદના એક યુવકે કેસ નોંધાવ્યો છે. તેમના આરોપ છે કે નાગરિકતા કાયદા પર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક આપતિજનક ટિપ્પણી કરી હતી. નાગરિકતા કાયદા વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનોમાં અમાતુલ્લાહ ખાન પણ સામેલ રહ્યા છે. જામિયા વિસ્તારમાં થયેલી હિંસા મામલામાં પણ અમાનતુલ્લાહ ખાનનું નામ સામે આવ્યું હતું. જોકે, તેમણે તેનું ખંડન કર્યું હતું.
અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમણે એક ચોક્કસ સમુદાયમાં નાગરિકતા કાયદાને લઇને ભ્રમ ફેલાવ્યો છે. મત માટે તે લોકોમાં નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે દિલ્હીના પ્રદર્શનકારીઓને આર્થિક સહયોગ અને નોકરીનું આશ્વાસન આપીને સમુદાય વિશેષના મનમાં નફરત ફેલાવવાનું કામ કર્યું છે. સાથે તેમણે સરકારની અને પ્રાઇવેટ સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું છે.
અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમણે એક ચોક્કસ સમુદાયમાં નાગરિકતા કાયદાને લઇને ભ્રમ ફેલાવ્યો છે. મત માટે તે લોકોમાં નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે દિલ્હીના પ્રદર્શનકારીઓને આર્થિક સહયોગ અને નોકરીનું આશ્વાસન આપીને સમુદાય વિશેષના મનમાં નફરત ફેલાવવાનું કામ કર્યું છે. સાથે તેમણે સરકારની અને પ્રાઇવેટ સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -