નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનની જીત થઈ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ હેમંત સોરેન અને ગઠબંધનને અભિનંદન આપ્યા હતા.




પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઝારખંડ ચૂંટણીમાં જીત બદલ હેમંત સોરેન અને જેએમએમ ગઠબંધનને શુભેચ્છાઓ આપી હતી. તેમણે ટ્વિટ કરી ભાજપને ઘણા વર્ષો સુધી રાજ્યમાં કામ કરવા માટે તક આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને પણ આભાર માન્યો હતો.


અમિત શાહે ટ્વિટ કરી કહ્યું, 'ભાજપને 5 વર્ષ સુધી રાજ્યની સેવા કરવાની તક આપી હતી તેના માટે અમે જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભાજપ રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ રહેશે. તમામ કાર્યકર્તાઓને તેમના પરિશ્રમ માટે અભિનંદન.'

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.