Delhi CM Rekha Gupta Oath: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે આજે છ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ આ માહિતી આપી હતી. આમાં પ્રવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ, કપિલ મિશ્રા, આશિષ સૂદ અને પંકજ સિંહના નામનો સમાવેશ થાય છે. પ્રવેશ વર્માએ નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. કપિલ મિશ્રા કરાવલ નગરથી ધારાસભ્ય બન્યા છે. મનજિંદર સિંહ સિરસા રાજૌરી ગાર્ડનના ધારાસભ્ય છે. આશિષ સૂદ જનકપુરીના ધારાસભ્ય છે. પંકજ સિંહ વિકાસપુરીના ધારાસભ્ય છે. જ્યારે રવિન્દ્ર ઇન્દ્રરાજ બવાનાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.






સંભવિત મંત્રીઓનું સામાજિક સમીકરણ


પ્રવેશ વર્મા એક જાટ ચહેરો છે. સિરસા ભાજપના મોટા શીખ ચહેરા તરીકે જાણીતા છે. રવિન્દ્ર ઇન્દ્રરાજ ભાજપનો દલિત ચહેરો છે. કપિલ મિશ્રા એક બ્રાહ્મણ ચહેરો છે અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા હતા. આશિષ સૂદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબી ચહેરો છે. હાલમાં તેઓ ગોવાના પ્રભારી અને જમ્મુ અને કાશ્મીરના સહ-પ્રભારી છે. પંકજ સિંહ પૂર્વીય ક્ષેત્રનો ચહેરો છે.


રસપ્રદ વાત એ છે કે, મુખ્યમંત્રી પદની રેસમાં ફક્ત ત્રણ નેતાઓ - પ્રવેશ વર્મા, સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ અને આશિષ સૂદ - ના નામ લેવામાં આવી રહ્યા હતા. પરંતુ આખરે શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાનું નામ ફાઇનલ થયું હતું.


પ્રવેશ વર્માએ રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મુક્યો


બુધવારે (19 ફેબ્રુઆરી) ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. પ્રવેશ વર્મા સ્ટેજ પર પહોંચ્યા અને તેમણે રેખા ગુપ્તાનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. આ પછી ત્યાં હાજર તમામ ભાજપના ધારાસભ્યોએ તેની સાથે સંમતિ આપી હતી.


રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ


ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ રેખા ગુપ્તાએ પાર્ટીના ધારાસભ્યો સાથે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ધારાસભ્યોના સમર્થનનો પત્ર ઉપરાજ્યપાલને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે.


Rekha Gupta Husband Name: રેખા ગુપ્તાના દિલ્હી સીએમ બનવા પર કેવું હતું તેમના પતિનું રિએક્શન? જુઓ વીડિયો