એ વાતમાં કોઈ શંકા નથી કે જ્યારે આપણને કોઈ પસંદ આવવા લાગે ત્યારે તેની નજીક રહેવા માંગીએ છીએ. તેમની સાથે વાત કરવા માંગીએ છીએ. પરંતુ દર વખતે આ શક્ય નથી હોતું. જ્યારે કોઈ છોકરો છોકરીને પસંદ કરવા લાગે છે ત્યારે ઘણી વખત પાગલની જેમ ચાહવા લાગે છે. પરંતુ દિલની વાત પહોંચાડવામાં ઘણી મહેનત કરવી પડે છે. અનેક વખત ઈચ્છવા છતાં ક્રશને બતાવી શકતા નથી અને વસવસો રહી જાય છે. જો તમે પણ તમારા ક્રશને ઈમ્પ્રેસ કરવા માંગતા હો તો આ બાબતોથી દૂર રહેજો.


ડ્રગ્સઃ હાલના દિવોસમાં ઘણા યુવાનો ડ્રગ્સ, દારૂ, સ્મોકિંગના રવાડે ચડી ગયા છે. મોટાભાગની યુવતીઓને આવી આદત ગમતી નથી હોતી અને તેઓ આવા યુવકોથી અંતર જાળવે છે. જો તમને પણ આવી આદત હોય તો આજે જ છોડી દેજો.


ગુનાખોરીઃ ઘણા યુવાનોને ગુનાખોરી કરવાની અને અરાજકતા ફેલાવવાની આદત હોય છે. તેઓ સ્કૂલ અને કોલેજોની આસપાસ પોતાનો રોફ જમાવવા લોકોને ફટકારતા હોય છે. છોકરીઓ આવા યુવકોથી દૂર રહેવાનું પસંદ કરતી હોય છે. તેથી શક્ય હોય તો બિનજરૂરી લડાઈ-ઝઘડાથી દૂર રહેવું.


અપશબ્દો બોલવાઃ છોકરીઓ રોજિંદી વાતચીતમાં અપશબ્દો બોલતાં યુવકોથી સલામત અંતર જાળવે છે. તેમના આવા છોકરા પસંદ નથી હોતા. હાલ યુવકો જ્યારે મિત્ર વર્તુળ સાથે ભેગા થયા હોય ત્યારે વાત વાતમાં ગાળો અને અપશબ્દો બોલતા હોય છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે છોકરીઓને આવી ભાષા બોલતા યુવકો પસંદ નથી હતો. છોકરીનું દિલ જીતવા સારી વર્તણૂંક અને શિષ્ટ ભાષાનો ઉપયોગ કરો.


જૂઠું બોલવું: યુવતીઓને જૂઠું બોલતો યુવક પણ પસંદ નથી હોતો. જેના કારણે ઘણી વખત રિલેશનશિપ તૂટી હોવાનું પણ સાંભળવા મળે છે. ઘણા યુવકે યુવતી પર સારી છાપ પાડવા નોકરી, પરિવાર અને તેના ભૂતકાળ વિશે ખોટું બોલતા હોય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે આમ કરતાં હો તો ચેતી જાજો. ભવિષ્યમાં સાચી વાતની ખબર પડશે ત્યારે સંબંધ વણસી પણ શકે છે.