નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 57 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ આંકડો સાંજે સાત વાગ્યા સુધીનો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના વેક્સિનના  76 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારત સરકારે બુધવારે આ જાણકારી આપી હતી.


દેશમાં કેરળમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બુધવારે કોરોનાના નવા 17,681 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 25,588 લોકો સ્વસ્થ થયા છે અને 208 લોકોના મોત થયા છે. અહી હાલમાં એક લાખ 90 હજાર 750 દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા દિવસે અહી 97,070 સેમ્પલોની તપાસ કરવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધીમાં 22,987 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયા છે. જોકે, 42 લાખ 9 હજાર 746 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.


 






દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા કેન્દ્ર સરકારે પર્યટક વિઝા જાહેર કરવા પર વિચાર કરી રહી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ગૃહમંત્રાલયમાં એક બેઠક આયોજીત  કરવામાં આવી છે જેની અધ્યક્ષતા ગુરુવારે ગૃહ સચિવ કરશે જેમાં પર્યટક વિઝા ફરીથી શરૂ કરવાની યોજના પર ચર્ચા કરાશે.


તમિલનાડુના છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1658 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1542 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 29 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં હાલમાં 16,636 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અહી અત્યાર સુધીમાં 35,246 દર્દીઓના મોત થયા છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,423 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની 3,64,206 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.


Gujarat New Cabinet: ભુપેન્દ્ર પટેલના પહેલા નવા મંત્રીનું નામ આવ્યું સામે, જાણો કયા કોળી નેતાને બનાવાશે મંત્રી?


Gujarat New Cabinet: આવતી કાલે બપોરે 1.30 વાગ્યે નવા મંત્રીઓની યોજાશે શપથવિધિ


IPL 2021: ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર, મેદાન પર જઈને નીહાળી શકશે મુકાબલો, આવતીકાલથી ખરીદી શકાશે ટિકિટ


Modi Cabinet Decisions: મોદી સરકારનો મોટો ફેંસલો, પ્રીપેડ-પોસ્ટપેડ ટ્રાન્સફરમાં KYCની નહીં રહે ઝંઝટ