Mumbai Police Gets Call Threat: મુંબઈમાં આજે બપોરે 12.57 વાગ્યે શહેરની એક હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે ફોન આવ્યો ત્યારે હડકંપ મચી ગયો હતો. મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ આ ઘમકી ભર્યો ફોન સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની (HN Reliance Foundation Hospital) લેન્ડ લાઈન પર આવ્યો હતો. ફોન કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ફોન કરનારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.






આ પહેલાં પણ આવ્યો હતો ધમકીનો ફોનઃ


આ પહેલાં પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલની લેન્ડ લાઇન પર કોલ આવ્યો હતો અને ફોન કરનારે અંબાણી પરિવારને ધમકી આપી હતી. જો કે, આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.


હોટલ લીલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતીઃ


ઓગસ્ટ મહિનામાં દેશની આર્થિક રાજધાની મુંબઈની પ્રખ્યાત લીલા હોટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 5 કરોડની માંગણી કરતા બે શકમંદોની અટકાયત પણ કરી હતી. આ કેસમાં હોટલ પ્રશાસન પાસેથી કોલ દ્વારા 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બાદમાં 3 કરોડની માંગણી કરવામાં આવી હતી. એક વ્યક્તિએ ફોન પર ધમકી આપી હતી કે હોટેલ એડમિનિસ્ટ્રેશને બોમ્બ ધડકા ના થાય માટે 5 કરોડ ચૂકવવા પડશે.