અમેરિકાની  કોર્ટે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન H-1B વિઝાના નિયમોમાં કરેલા ફેરફારને રદ કર્યાં છે. કોર્ટના આ નિર્ણય બાદ ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં નોકરી મેળવવી સરળ બનશે.

શુક્રવારે એક મોટા ચુકાદામાં, યુએસ ફેડરલ કોર્ટે ટ્રમ્પ કાર્યકાળના H-1B વિઝા નિયમોમાં કરેલા ફેરફારોને રદ કર્યા. કોર્ટના આ નિર્ણયથી ભારત સહિત ઘણા દેશોના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.કોર્ટના આ નિર્ણયથી અમેરિકામાં નોકરી શોધી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ નિર્ણયથી નવા સ્નાતકો માટે નોકરી મેળવવી સરળ બનશે.

તમને જણાવી દઈએ કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન H-1B વિઝા નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો હેઠળ, વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા લોટરી ડ્રોથી બદલીને માત્ર ઉચ્ચ પગારવાળી નોકરીઓમાં કરવામાં આવી હતી. જે બાદ તેની સામે વિરોધ શરૂ થયો અને આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો.

યુનિવર્સિટીઓએ કર્યો હતો વિરોધઆ સિવાય, યુનિવર્સિટીઓએ પણ નિયમમાં ફેરફારનો વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીઓએ કહ્યું છે કે જો નવો નિયમ લાગુ કરવામાં આવે તો વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલું જ નહીં, યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિયમમાં ફેરફારને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેના કારણે ફેડરલ કોર્ટે નિયમના અમલ પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો.

અરજી કરનારને આપ્યો હતો આ કરી હતી દલીલઅરજદારોએ કોર્ટમાં દલીલ કરી હતી કે નવા નિયમો ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા કાયદાનું ઉલ્લંઘન કરે છે. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે નિયમમાં ફેરફારના પરિણામે યુએસ યુનિવર્સિટીઓમાં ઓછા વિદ્યાર્થીઓ અરજી કરશે કારણ કે અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી નોકરી મેળવવાની તેમની તકો નહિવત હશે.

ટ્રેમ્પે અમેરિકી નાગરિકોની નોકરીને સુરક્ષિત રાખવા લીધો હતો નિર્ણયઅમે તમને જણાવી દઈએ કે અમેરિકન નાગરિકોની નોકરીઓને સુરક્ષિત રાખવા માટે, ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B ઉમેદવારો માટે ઉચ્ચ પગારવાળી નોકરીઓની યોગ્યતા આપીને નિયમ પરિવર્તનનો પ્રસ્તાવ આપ્યો હતો. અમેરિકા 65,000 નવા H-1B વીઝા જારી કરે છે જ્યારે અન્ય 20,000 યુએસ માસ્ટર્સવાળા અરજીકર્તાઓ માટે અનામત છે.