ગાંધીનગરઃ રાજ્યના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાયા હતા. કેન્દ્રિય ગૃહમંત્રાલયે યાદી જાહેર કરી છે. એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે. પટેલને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થયો હતો. 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થયો હતો. 






પ્રજાસત્તાક દિન નિમિત્તે 901 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 140 પોલીસકર્મીઓને વીરતા બદલ પોલીસ મેડલ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 93 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા (PPM) માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 668ને Meritorious Service માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.






અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે પોલીસકર્મીઓને તેમની બહાદુરી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાંથી 80ને અસરગ્રસ્ત વિસ્તારોમાં અને 45ને જમ્મુ અને કાશ્મીરમાં સેવા માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાંથી 48 સીઆરપીએફના, 31 મહારાષ્ટ્ર પોલીસના છે. આ સિવાય 25 જમ્મુ-કાશ્મીરના, નવ ઝારખંડના, સાત દિલ્હી પોલીસના છે. આ ઉપરાંત અન્ય બીએસએફ અને અન્ય રાજ્યોના પોલીસકર્મીઓ પણ છે.