ભારતીય નૌકાદળની ટુકડીમાં 144 યુવા નાવિક જોડાયા હતા. તેનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર દિશા અમૃત દ્ધારા કરવામાં આવ્યું હતું. માર્ચ કરનારી ટુકડીમાં પ્રથમ વખત ત્રણ મહિલાઓ અને છ અગ્નિવીરોએ ભાગ લીધો હતો. આ પછી નૌકાદળની ઝાંખી જોવા મળી હતી. તે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ ભારતીય નૌકાદળની બહુ-આયામી ક્ષમતાઓ, મહિલા શક્તિ અને સ્વદેશી રીતે તૈયાર કરાયેલા ઉપકરણોનું પ્રદર્શન કરશે.
એરફોર્સે ટુકડીએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી. આ ટુકડીમાં એરફોર્સ બેન્ડ અને કોમ્બેટ માર્ચિંગ સ્ક્વોડનો સમાવેશ થતો હતો. આ ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડીએ કર્યું હતું.
આકાશ મિસાઈલ ભારતની સૌથી ખતરનાક જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલોમાંથી એક છે. આકાશ-એનજી એટલે કે આકાશ ન્યુ જનરેશન મિસાઈલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આકાશ-એનજી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. તે ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવી છે. તેની રેન્જ 40 થી 80 કિલોમીટર છે. પ્રથમ આકાશ MK - તેની રેન્જ 30KM છે. બીજી આકાશ Mk.2 - તેની રેન્જ 40KM છે. તેમની સ્પીડ 2.5 મેક એટલે કે 3087 કિલોમીટર પ્રતિ કલાક છે.
આ મિસાઇલમાં સ્થાપિત ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર (IIR) ટેક્નોલોજી તેને માર્ગદર્શન આપે છે. જે મિસાઈલ લોન્ચ થતાની સાથે જ સક્રિય થઈ જાય છે. તે વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી અદ્યતન એન્ટી-ટેન્ક હથિયારોમાંની એક છે. આ મિસાઈલથી દુશ્મનની ટેન્ક બચી શકતી નથી. જો કે તેનું નામ હેલિના છે, પરંતુ તેને ધ્રુવાસ્ત્ર પણ કહેવામાં આવે છે. પહેલા તેનું નામ નાગ મિસાઈલ હતું. ભારતમાં બનેલી હેલિના મિસાઇલની સ્પીડ 828 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની રેન્જ 500 મીટરથી 20 કિલોમીટરની છે. આર્મી આ ધ્રુવાસ્ત્ર મિસાઈલને ધ્રુવ હેલિકોપ્ટર, એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર અને અન્ય કોમ્બેટ હેલિકોપ્ટરમાં લગાવી શકે છે.
ભારતીય સેના પાસે વર્ષ 2004 થી અત્યાર સુધી આ ટેન્ક સેવા પૂરી પાડી રહી છે. તે દેશની સેનાની મુખ્ય યુદ્ધ ટેન્ક છે. દેશમાં આ 120 એમએમ બેરલ ટેન્કની સંખ્યા 141 છે. તેના બે પ્રકારો છે - પ્રથમ MK-1 અને MK-1A. MK-1 MK-1A કરતા કદમાં થોડું નાનું છે. બંને ટેન્કમાં ચાર ક્રૂ બેસે છે. બંને ટેન્ક એક મિનિટમાં 6 થી 8 રાઉન્ડ ફાયર કરી શકે છે. એક ટેન્કમાં 42 શેલ સંગ્રહિત કરી શકાય છે. અર્જુન ટેન્કની રેન્જ 450 કિમી છે. બહેરિન અને કોલંબિયા તેને ખરીદે તેવી શક્યતા છે.
કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવીની આગેવાની હેઠળ ઇજિપ્તની સશસ્ત્ર દળોનું સંયુક્ત બેન્ડ અને ટુકડી પ્રથમ વખત કર્તવ્ય પથ પરકૂચ કરી રહી છે. ટુકડીમાં 144 સૈનિકોનો સમાવેશ થાય છે જે ઇજિપ્તની સશસ્ત્ર દળોની મુખ્ય શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગણતંત્ર દિવસ નિમિત્તે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા છે. આ દરમિયાન તેઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાના ચીફ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હાજર હતા.
રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ ત્રિરંગો ફરકાવ્યો હતો
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 74માં ગણતંત્ર દિવસના અવસર પર તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ સિવાય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આજે ખાસ અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
પીએમ મોદીએ ટ્વીટ કરી ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એક થઇને આગળ વધીએ તેવી કામના છે.
બીએસએફની મહિલા ઊંટ સવારો પ્રથમ વખત પરેડમાં જોવા મળશે
કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ આજે ખૂબ જ ખાસ છે. તેમાંથી ઘણું બધું પ્રથમ વખત થવાનું છે. 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની ઊંટ ટુકડીમાં પ્રથમ વખત મહિલાઓ પણ ભાગ લઈ રહી છે. 24 મહિલાઓને ઊંટ સવારીની તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 12ને પરેડમાં સામેલ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન સુરક્ષા માટે લગભગ 6,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં દિલ્હી પોલીસ સિવાય અર્ધલશ્કરી દળો અને NSGનો સમાવેશ થાય છે. આ સાથે 150 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. 25 જાન્યુઆરીની સાંજથી પરેડ રૂટની આસપાસની તમામ ઊંચી ઇમારતો બંધ કરી દેવામાં આવી છે.
ફક્ત પાસ ધારકો અને ટિકિટ ખરીદનારાઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગણતંત્ર દિવસની પરેડમાં ઓછામાં ઓછા 65,000 લોકો ભાગ લેશે. ફક્ત પાસ ધારકો અને ટિકિટ ખરીદનારાઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. દિલ્હી પોલીસે જણાવ્યું કે પરેડ જોવા માટે લગભગ 30,000 લોકો મેટ્રોમાં મુસાફરી કરી શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ ભારત આજે 26 જાન્યુઆરીએ તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. પરેડમાં દર વખતની જેમ આ વખતે પણ અનેક રાજ્યોના ટેબ્લો સામેલ કરવામાં આવશે. આ સાથે વાયુસેનાના 50 વિમાન પોતાની તાકાત બતાવશે. આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હશે. જો કે આ વખતે ગણતંત્ર દિવસ પર તમને ઘણી નવી વસ્તુઓ પણ જોવા મળશે. કારણ કે, પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડ કર્તવ્ય પથ પરથી પસાર થશે. પહેલા આ જગ્યા રાજપથ તરીકે જાણીતી હતી. પરંતુ આ વખતે ભારત સરકારે આ જગ્યાનો વિકાસ કરીને તેનું નામ કર્તવ્ય પથ રાખ્યું છે. તેથી ગણતંત્ર દિવસની પરેડ રાજપથ પર નહીં, પરંતુ કર્તવ્ય પથ પર યોજાશે.
આ પ્રથમ વખત હશે જ્યારે VVIPs પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે પ્રથમ લાઇનમાં નહીં હોય. આ વખતે રિક્ષાચાલકો, ફૂટપાથના દુકાનદારો, કર્તવ્ય પથને બનાવનારા મજૂરો અને તેમના સંબંધીઓ પ્રથમ હરોળમાં બેસશે. ભારત સરકારે તેમને શ્રમજીવી નામ આપ્યું છે. અગાઉ પ્રજાસત્તાક દિવસની પરેડની પ્રથમ હરોળ હંમેશા વીવીઆઈપી માટે અનામત રાખવામાં આવતી હતી, પરંતુ આ વખતે પ્રથમ હરોળમાં કાર્યકરોને જગ્યા આપવામાં આવશે.
આ સાથે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરોનું પણ સન્માન કરવામાં આવશે. આ વખતે ગણતંત્ર દિવસ પર મહિલા શક્તિનું પ્રદર્શન થશે. સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડી પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ભારતીય વાયુસેનાની કૂચ ટુકડીનું નેતૃત્વ કરશે. આ સિવાય ઘણી માર્ચિંગ સ્ક્વોડ એવી હશે કે જેમાં માત્ર મહિલાઓ જ હશે. ખાસ વાત એ છે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેના સિવાય DRDO અને ભૂતપૂર્વ સૈનિકોની ઝાંખી પણ સામેલ કરવામાં આવશે.
અગ્નિવીરોને પણ પરેડમાં સામેલ કરવામાં આવશે. આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિની સાથે તેમના દેશની 120 સભ્યોની કૂચ ટુકડી પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પરેડમાં ભાગ લેશે. આ સાથે પ્રથમ વખત 105 એમએમ સ્વદેશી બંદૂકો સાથે 25 પાઉન્ડર ગનને બદલે 21 તોપોની સલામી આપવામાં આવશે. ફ્લાય પાસ્ટમાં ભાગ લેનારા 44 એરક્રાફ્ટમાં નવ રાફેલ જેટ અને લાઇટ એટેક હેલિકોપ્ટર સહિત અન્ય એરક્રાફ્ટ સામેલ હશે.