નવી દિલ્લીઃ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ કરોડો દેશવાસીઓને આગામી મહિને સસ્તી EMIની ગિફ્ટ આપી શકે છે. આ નિર્ણયથી EMI ઘટશે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ તેજી આવશે. 4 ઓક્ટોબરે પટેલ ઉર્જીત પટેલ પહેલી વાર આરબીઆઇ મુદ્રિત નીતિની સમીક્ષા કરશે. ત્યાર બાદ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. આવું એટલા માટે બનશે કેમ કે, સરકારે જે આંકડા સોમવારે રજૂ કર્યા છે. તે અનુસાર રિટેલ મોઘવારીમાં ઘટાડો થયો છે. અને ઓદ્યોગિક ઉત્પાદન દરમાં પણ નોધપાત્ર ઘટાડો જોવામાં આવી રહ્યો છે.