કાબુલઃ અફઘાનિસ્તાનમાં રૉયટર્સના ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે. દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિને કવર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી ત્યાં રોકાયો હતો. દાનિશ સિદ્દીકી દિલ્હીનો રહેવાસી હતો. અફઘાનિસ્તાનની સમાચાર ચેનલ ટોલો ન્યૂઝના સુત્રોના હવાલાથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. દાનિશ સિદ્દીકીનુ મોત કાંધાર પ્રાંતના સ્પિન બૉલ્ડક વિસ્તારમાં થયુ છે, જ્યાં તે હાલની સ્થિતિનુ કવરેજ કરી રહ્યો હતો.  


ઉલ્લેખનીય છે કે, અમેરિકન સૈનિકોની વાપસી બાદથી ત્યાં ભીષણ હિંસા ચાલુ છે. સિદ્દીકી છેલ્લા કેટલાય સમયથી કાંધારમાં હાલની પરિસ્થિતિનુ કવરેજ કરવા ત્યાં ગયો હતો. સિદ્દીકીએ પોતાની કેરિયરની શરૂઆતમાં એક ટીવી રિપોર્ટર તરીકે કરી હતી, બાદમાં તે ફોટો જર્નલિસ્ટ બની ગયો હતો. 


દાનિશ સિદ્દીકી વર્ષ 2018માં પોતાના સહયોગી અદનાના આબિદીની સાથે પુલિત્ઝર એવોર્ડ જીતી ચૂક્યો છે. તે સમયે પુલિત્ઝર એવોર્ડ જીતનારો પહેલો ભારતીય બન્યો હતો. દાનિશે રોહિંગ્યા શરણાર્થી સંકટને પણ કવર કર્યુ હતુ.  


ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દજઇએ દાનિશ વિશે લખ્યું- કાલે રાત્રે કાંધારમાં એક દોસ્ત દાનિશ સિદ્દીકીની હત્યાની દુઃખદ ખબરથી ખુબ દુઃખ થયુ. ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અફઘાન સુરક્ષા દળોની સાથે હતો, જ્યારે તેના પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હું તેને બે અઠવાડિયા પહેલા કાબુલ માટે રવાના થતા પહેલા મળ્યો હતો. તેને ફોટો પત્રકારત્વ માટે પોતાનુ જુનૂન અને અફઘાનિસ્તાન માટે પ્રેમ વિશે વાત કરી, તેને યાદ કરાશે હું તેમના પરિવાર અને રૉયટર્સ પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરુ છું.


આ પહેલા દાનિશ સિદ્દીકીએ 13 જુને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે જે વાહનમાં સવાર હતો, તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને લખ્યું હતુ- મારુ કિસ્મત સારુ હતુ હુ બચી ગયો.  




અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટને કવર કરવા દાનિશ સિદ્દીકી સતત ત્યાંની હાલતને કેમેરામાં કેદ કરીને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર પણ કરતો રહેતો હતો. પોતાના હેન્ડલ દ્વારા દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનના કેટલાય પ્રકારના જીવનને એકસાથે બતાવવાની કોશિશમાં લાગ્યો રહેતો હતો.