નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું આજે નવી દિલ્હીની એઇમ્સમાં નિધન થયું છે. તેઓ આઈસીયુમાં વેંટિલેટર પર હતા. રઘુવંશ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા અને આરજેડીમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમને લાલુની નજીક માનવામાં આવતા હતા.


લાલુ યાદવને લખેલા પત્રમાં રઘુવંશ પ્રસાદે લખ્યું હતું. હું જનનાયક કર્પુરી ઠાકુરના મૃત્યુ બાદ 32 વર્ષ સુધી તમારી સાથે ઉભો રહ્યો પરંતુ હવે નહીં. પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને રાજ્યના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. મને ક્ષમા કરો.


રઘુવંશ પ્રસાદ સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ આરજેડી સુપ્રીમો લાલુ યાદવે તેમને મનાવવાની કોશિશ કરી હતી અને ચિઠ્ઠી પણ લખી હતી. પોતાની ચિઠ્ઠીમાં લાલુ યાદવે તેમને કહ્યું કે, જ્યારે તમે ઠીક થઈજસો ત્યારે આપણે વાત કરીશું. તમે ક્યાંય નથી જઈ રહ્યા.