ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. હોકરા મંદિર જઇ રહેલા શ્રદ્ધાળુઓ ભરેલી જીપ રામગંગા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સવાર નવ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ઘટના સમયે જીપમાં લગભગ 12 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. જીપમાં સવાર તમામ લોકો બાગેશ્વર તાલુકામાં ભનારના રહેવાસી હતા.






એક રિપોર્ટ અનુસાર, તમામ શ્રદ્ધાળુઓ બાગેશ્વરના શામાથી હોકરા મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા હતા. જે બાદ સ્થાનિક લોકો એકઠા થયા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બચાવ માટે એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આશંકા છે કે મૃત્યુઆંક પણ વધી શકે છે.


પિથૌરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, પોલીસ, SDRF અને એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો  કપકોટ, શામા અને ભનારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ કપકોટથી SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.


રોડ પરના સાઈન બોર્ડ પર ચઢીને યુવકે કર્યું પુશ-અપ


ઓડિશાના બોલાંગીર જિલ્લામાંથી આવો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહીં એક વ્યક્તિ પોતાની સ્ટાઈલમાં પુશઅપ્સ કરતો જોવા મળે છે. આ વ્યક્તિ રસ્તા પર બનેલા સાઈન બોર્ડ પર ચઢીને પુશઅપ કરવાનું શરૂ કરે છે. આ પછી ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ બાઇક રોકી અને તેની સામે જોવા લાગ્યા, પરંતુ તે આ બધાથી અકળાઈને પુશ-અપ કરતો રહ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે આવું કરવું કેટલું જોખમી છે. કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારીના કારણે મોટી ઘટના બની શકે છે.


યુઝર્સે ઠાલવ્યો રોષ


સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે 'દેશી હીરો' કોમેન્ટ કરી. તે જ સમયે અન્ય યુઝરે તેને 'સ્ટેજ શો' ગણાવ્યો હતો. અન્ય યુઝરે લખ્યું 'દારૂ કા કમલ બાબુ ભૈયા'. આ વીડિયો પર આવી ઘણી કોમેન્ટ્સ કરવામાં આવી છે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ આજે યોગ દિવસ પર તે વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિને જોવા માટે ઘણા લોકો ત્યાં એકઠા થયા હતા