નવી દિલ્હીઃ રોબર્ટ વાડ્રા પોતાની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મની લોન્ડરીંગ કેસમાં ઇડી સમક્ષ રજૂ થયા હતા. ઇડીએ તેમની પૂછપરછ કરી હતી. ઇડી વાડ્રાને ત્રણ તબક્કામાં પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન રોબર્ટ વાડ્રાએ સંજય ભંડારી અને તેના કઝીન શિખર ચઢ્ઢા સાથે કોઇ પણ પ્રકારના વ્યવસાયિક સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. વાડ્રાએ કહ્યું કે, હું મનોજ અરોરાને જાણું છું. તે મારા કર્મચારી હતી પરંતુ તેમણે અરોરાને ઇમેઇલ લખવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે વાડ્રાએ કહ્યું કે, મારી પાસે કોઇ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી લંડનમાં સંપત્તિ નથી. પૂછપરછના પ્રથમ તબક્કામાં વાડ્રાને મનોજ અરોરા, સુમિત ચઢ્ઢા, થમ્પી અને સંજય ભંડારી સાથે તેમના સંબંધો અંગે પૂછવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં વાડ્રાને વિદેશમાં તેમની સંપત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવશે. જેમાં લંડનમાં ખરીદવામાં આવેલી આઠ-નવ સંપત્તિઓ, ત્રણ વિલાસ અને છ ફ્લેટ સામેલ છે. તમામ લેણદેણ 5-10 વચ્ચે થઇ હતી. તેની ચૂકવણી માટે એક જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રીજા તબક્કામાં સંરક્ષણ અને પેટ્રોલિયમ કરારના દલાલોના સંબંધ અંગે પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા ધરપકડથી બચવા કોર્ટમાં અરજી લગાવી હતી. ગયા સપ્તાહમાં જ આ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેમને રાહત આપી હતી. વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટમાં આશ્વાસન આપ્યું હતુ કે વાડ્રા તપાસમાં સહયોગ કરશે.